પ. પૂ. આચાર્ય શ્રીમદ વિજય મેઘદર્શનસૂરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા કર્મ ના સિધ્ધાંતો (Karma Philosophy)

અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ

શ્રી વર્ધમાન સંસ્કારધામ નિર્માપિત વિનયનગર – મીરારોડના આંગણે ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ.

vinaynagar_5

મુળનાયક શ્રી સંભવનાથાય નમઃ
વિનય નગર, મીરા રોડ, મુંબઈ

 

      પૂજ્યપાદ યુગપ્રધાન આચાર્યસમ પંન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મ. સાહેબ ના રોમે રોમે વહેતી કરૂણાધારાથી ભીંજાયેલા શ્રી વર્ધમાન સંસ્કારધામ   દ્વારા સાધર્મિકો ના ઉત્થાન કાજે બનાવાયેલી વિનયનગર સાધર્મિક સંકુલ મધ્યે શ્રી સંભવનાથ ભગવાન ના નવનિર્મિત સંગેમરમરના ગગનચુંબી, અદભુત-અપ્રતિમ-અલૌકિક જિનાલયમાં પરમાત્મા ની અંજનશલાકા પ્રતિષ્ઠાનો ભવ્યાતિભવ્ય પ્રસંગ અતિશય આનંદ ઉલ્લાસપૂર્વક સંપન્ન થયો. 

 

 

 

 

 

  

પૂજ્યપાદ ગુરૂદેવ ની દૈવી કૃપા થી સંપન્ન થયેલ આ શુભ પ્રસંગે

પૂજ્યપાદ ગચ્છાધિપતિ શ્રી સિધ્ધાંત દિવાકર આ. શ્રીમદ જયઘોષસુરીશ્વરજી મ. સાહેબ

પ્રશાંતમુર્તિ આ. શ્રી રાજેન્દ્રસુરીશ્વરજી મ. સાહેબ,
પૂજ્ય પંન્યાસ શ્રી ઈન્દ્રયશવિજયજી મ. સાહેબ,
પૂજ્ય પંન્યાસ શ્રી મેઘદર્શનવિજયજી મ. સાહેબ,
પૂજ્ય પંન્યાસ શ્રી મનોભૂષણવિજયજી મ. સાહેબ,
પૂજ્ય આચાર્ય શ્રી હરિકાંતસુરીશ્વરજી મ. સાહેબ,
પૂજ્ય શ્રી ભદ્રયશવિજયજી મ. સાહેબ,
પૂજ્ય પંન્યાસ શ્રી ધર્મયશવિજયજી મ. સાહેબ,
પૂજ્ય શ્રી દિવ્યવલ્લભવિજયજી મ. સાહેબ

આદિ વિશાળ શ્રમણ વૃંદ ની પાવનકારી નિશ્રા પ્રાપ્ત થયેલ.

Revolution Slider Error: Slider with alias vinaynagar not found.

Maybe you mean: 'home' or 'pravachanprasadi7'

          શ્રી સંભવનાથ ભગવાન ની ભક્તિ માં આખું વિનયનગર ઘેલું થયું હતું.

સમગ્ર વિનયનગર ના ભાવિકો અને વર્ધમાન સંસ્કારધામ ના યુવાનો સપરિવાર પ્રભુભક્તિ માં જોડાયા હતાં.

 

 

 

 

મહાસુદ – ર , તા. ૧-૦૪- ૨૦૧૪  નગર પ્રવેશ

     નૂતન જિનબિંબો સહિત પૂજ્યપાદ ગુરૂદેવો નો પ્રવેશ. પૂજ્ય પંન્યાસ શ્રી મેઘદર્શનવિજયજી મ. સાહેબે પ્રવચનધારામાં પૂજ્ય ગુરૂદેવશ્રી ચંદ્રશેખર વિજયજી મ. સાહેબ કરૂણાધારા નો પરિચય કરાવી વિનયનગર ના ઉદભવ નું વર્ણન કર્યુ. પાયા ની ઈંટ સમા યોગેશભાઈ અને જ્યોતિષભાઈ ના કાર્યો ને બિરદાવીને પ્રતિષ્ઠામહોત્સવ ની ઉજવણી નો માહોલ ખડો કર્યો હતો.  

 • સાંકળી અઠ્ઠમ, રોજના અનેક આયંબિલ તપ

 • ઘર-ઘર માં ઉકાળેલું પાણી તથા બાળક – બાલિકાઓના પ્રતિક્રમણ ની આરાધનાઓ શ્રી સંઘ માં શરૂ થયાં . . .

     રોજ સવારે ૭. ૧૫ થી ૮. ૧૫ તથા ૯.૪૫ થી ૧૦.૪૫ પ્રતિષ્ઠા પ્રસંગ ને અનુલક્ષી ને પૂજ્ય પંન્યાસ શ્રી મેઘદર્શનવિજયજી મ. સાહેબે સૌના હ઼દ઼ય માં પરમાત્મા ને પ્રતિષ્ઠિત કરતાં પરમાત્મભક્તિના ભાવવાહી પ્રવચનો કર્યાં હતાં. ખુબ જ વિશાળ સમુદાય ભાવવિભોર બની ને  પૂ. ગુરૂદેવ ની પ્રેરણા ને ઝીલી લેતા હતાં. મહાસુદ – બીજ થી આઠમ સુધીમાં પરમાત્માની  અંજનશલાકા પ્રતિષ્ઠા માટે શ્રાવસ્તિ નગરી નું નિર્માણ થયું. વિનય નગર જાણે કે શ્રાવસ્તિ નગરી બન્યું.ઘરે ઘરે તોરણો – રંગોળીઓ – કમાનો – દીવાઓ ની રોશની થી ઝળહળતું વિનયનગર દેવનગરી ની જેમ દિપવા લાગ્યું. ભાયંદર – કાંદિવલી – બોરિવલી ના વર્ધમાન સંસ્કારધામ ના યુવાનો પણ પ્રભુ પ્રતિષ્ઠા ના મહોત્સવ ને ભવ્યાતિભવ્ય બનાવવા ની તૈયારીઓ માં જોડાઈ ગયાં. યોગેશભાઈ, જ્યોતિષભાઈ અને સહુ ના મન માં દાદાની ભવ્યતમ પધરામણી નાં ઓરતાં રમતાં હતાં. 

કલ્યાણકો ની ઉજવણી વિશે ગુરૂદેવ શ્રી ચંદ્રશેખર વિજયજી મ.સાહેબ ની ભાવનાઓ ને સમજાવતાં 

પૂજ્ય પંન્યાસ શ્રી મેઘદર્શનવિજયજી મ. સાહેબ

પાવનકારી કલ્યાણકો ની ઉજવણી એ રાગ નો નહિ પણ વૈરાગ્ય નો પ્રસંગ બને.

સહુનાં દિલમાં વૈરાગ્ય ના સોપાનો સર્જાય એવાં માહોલ ને સર્જવા સંગીતકારો અને માતા – પિતા, ઈંદ્ર – ઈંદ્રાણી બનનાર સહુ પુણ્યાત્માઓ ને અનુરોધ કર્યો હતો. તથા વેશ ની મર્યાદાઓ પૂરેપૂરી  સચવાવી જોઈએ, આવનાર પ્રત્યેક આત્મા સમકિત પામે અને પામેલા સમકિત ને નિર્મળ થાય એવી તકેદારીઓ રાખવા ખાસ જણાવેલ. સહુએ ગુરૂદેવ ની ભાવના ઝીલી લીધી હતી.

મહા સુદ – ૭ નવપદ પૂજન, વિશ સ્થાનક પૂજન

     દરમ્યાન પ્રભુ ના સમકિત પામવાની તથા તીર્થકર નામકર્મ બંધાયાની ઘટનાઓ તાર્દશ કરાવાઈ હતી.

 મહા સુદ – ૮ દેવપૂજન

     પ્રભુનો પૂર્વ નો ભવ દેવલોક માં કેવો વૈરાગ્યમય પસાર થતો હતો, તેની ઝાંખી પ્રવચન દ્વારા કરાઈ હતી.

 મહા સુદ – ૯ ચ્યવનકલ્યાણક (પ્રભુનો માતા ની રત્નકુક્ષી માં આગમન)

     વહેલી સવારે જિનાલય માં પૂ. આચાર્ય શ્રી રાજેન્દ્રસુરીશ્વરજી મ. સાહેબ ની પાવન નિશ્રા માં પ્રભુના ચ્યવન કલ્યાણક ની ઉજવણી કરાઈ હતી. સમગ્ર મેદની એ અતિ ઉલ્લાસ પુર્વક પ્રભુજી ને વંદન કર્યા. પૂ. ગુરૂદેવ ના પરમભક્ત તથા ધામના સક્રિય યુવાન સુનિલભાઈ અને અલ્પાબેન ની ભગવાન ના માતા-પિતા તરીકે તો વિનયનગર આધારસ્તંભ વિનયચંદ્ર બાવચંદ પરિવાર ના શૈલેષભાઈ ની ઈન્દ્ર તરીકે સ્થાપના થઈ હતી. પૂજ્ય પંન્યાસ શ્રી મેઘદર્શનવિજયજી મ. સાહેબ ના પ્રેરણામય પ્રવચન થી સૌએ પોતાના હૃદય માં પ્રભુજી ની પધરામણી થતી હોય તેવો આનંદ ચ્યવન કલ્યાણક ના વિધાને માણ્યો હતો.

     સવારે ૧૦ વાગે વિરાટ શ્રાવસ્તિ નગરી માં ચ્યવન કલ્યાણક ની ઉજવણી થઈ હતી જેમાં પૂજ્ય પંન્યાસજી મ. સાહેબે જણાવેલ કે સવારમાં જિનાલય પ્રભુજી ના ચ્યવન થી થયેલ હર્ષ અને ઉલ્લાસ ની લાગણી ઓ ને ઉજવણી નાં માધ્યમ થી અનુભવ કરી શકશો.

 હ્નદય નો કાર્ડિયોગ્રામ તપાસો . . .

        જે મળ્યું છે તે ઓછું લાગે                                     –  તુચ્છ હૃદય

        જે મળ્યું છે તે વધારવાની ઈચ્છા થાય                 –  દરિદ્ર  હૃદય

        જે મળ્યું છે તે ઓછું ન થઈ જાય તેવી ચિંતા         –  કૃપણ હૃદય

     તુચ્છ, દરિદ્ર અને કૃપણ હૃદય માં પરમાત્મા પધારે નહિ પણ જો આશ્ચર્યરૂપે પધારે તો પણ જન્મ ન લે માટે પ્રભુ ને પામવા આપણે મનમાં થી તુચ્છતા, દરિદ્રતા અને કૃપણતા નો નાશ કરવાનો સંકલ્પ કરીએ.

 

મહા સુદ – ૧૦ જન્મ કલ્યાણક

     પ્રભુ નો જન્મ, આનંદ ઉલ્લાસ થી હરખાતાં આખાય વિશ્વમાં પણ શ્રાવસ્તિ નગરી ની શોભ તો અનેરી હતી.  શું માહોલ હતો તેનું વર્ણન કરવું અતિ વિકટ, અશક્ય કાર્ય. જિનાલયમાં માતાના ગર્ભકાળ, દોહલા (ઈચ્છાઓ), નજર દુર કરવાના વિધાનો અને ત્રણ લોક નાં નાથ, કરૂણા ના ભંડાર, મોક્ષ માટે તરણતારણ નાવ સમાન પરમાત્મા સંભવનાથ ભગવાન ના જન્મ ની લાખેણી પળો સહુએ મન મુકીને હર્ષ ભરેલાં હૈયે નાચી ને ઉજવી. સહુ નો મન મયુર નાચી ઉઠ્યો. સવારે દસ વાગે સ્ટેજ  ઉપર પણ પ્રભુનો જન્મ સહુએ માણ્યો. તે દરમ્યાન પૂ. સિધ્ધાન્ત મહોદધિ ગુરૂદેવ પ્રેમસુરી મ. સાહેબ ની ગુરૂમુર્તિ ભરાવવાની, પ્રતિષ્ઠાની તથા અંજનાદિ ની  ઉછામણી પણ માતબર થઈ.

 મહા સુદ – ૧૧ ફઈઆરું, નામકરણ, પાઠશાળા, મામેરું, લગ્ન, લોકાંતિક દેવો ની વિનંતી, વરસીદાન

     જિનાલયમાં દેવ – દેવી, મંગલ-મુર્તિ ના અઢાર અભિષેક તેમજ ધ્વજદંડ, કળશ, ઘંટ, વગેરે ના અભિષેક થયાં. પૂ. આ. હરિકાંતસુરીશ્વરજી મ.સા. પધાર્યા. સવારે દસ વાગે

 • ફઈઆરું
 • નામકરણ
 • પાઠશાળા ગમન
 • મામેરું
 • લગ્ન
 • નવ લોકાંતિક દેવો ની વિનંતી
 • વરસીદાન ના પ્રસંગો ઉજવાયા.

     પૂ. આચાર્યશ્રી એ પૂજ્યપાદ ગુરૂમા ચંદ્રશેખર મ.સા. નાં ગુણાનુવાદ કરવા પૂર્વક વર્ધમાન સંસ્કારધામ ની પ્રવૃતિઓ ને બિરદાવતાં કહ્યું કે ‘‘મુંબઈ માં જે સંઘો માં વર્ધમાન સંસ્કાર ધામ છે, તે તમામ સંઘો પ્રવૃતિઓ થી ધમધમે છે.’’  પૂજ્યપાદ ગુરૂદેવશ્રી એ સાધર્મિકો માટે કરેલ ઉત્તમ અને અદભૂત કાર્યો, પ્રસંગ નો માહોલ જોઈને તેઓ આનંદિત બન્યા.

     પૂ. પં. શ્રી મેઘદર્શન વિજયજી મ. સાહેબે પણ  જણાવ્યું કે આજે ભલે પ્રભુ ના આ પ્રસંગ તમને સાંસારિક લાગતા હોય પણ આ પ્રસંગો માં ઉત્કૃષ્ટ વૈરાગ્ય થી વાસિત પરમાત્મા કેન્દ્ર સ્થાને હોવાથી આ પ્રસંગ ના પરિણામ વિતરાગતા નું છે. ભૌતિક સમૃદ્ધિ ની ટોચે રહેલાં પરમાત્મા વૈરાગી બની મહાભિનિષ્ક્રમણ ના પંથે ડગ ભરે છે. ભોગાવલી કર્મ ના ઉદય થી  સ્વીકારેલ લગ્નજીવન પણ કર્મનાશ ની સાધના નું મંદિર કઈ રીતે બની શકે ? તેનું તેમણે સુંદર – સચોટ  માર્ગદર્શન આપ્યું હતું.

 મહા સુદ – ૧ર દિક્ષા કલ્યાણક ની ઉજવણી

               પૂ. પુંડરિક સ્વામિ, ગૌતમ સ્વામિજી, સુધર્મા સ્વામિજી, પૂ. પ્રેમસૂરીશ્વરજી મ.સા. તથા સૌનાં પરમ ઉપકારી ગુરૂમા શ્રી ચંદ્રશેખર વિજયજી મ.સા. ની પાદુકા ના પાંચ અભિષેક નો કાર્યક્રમ પ.પૂ. પં. મેઘદર્શન વિજયજી મ.સા. દ્વારા રહસ્યો સમજાવવા દ્વારા સંપન્ન થયો હતો. 

            સવાર ના ૯- ૩૦ વાગે શ્રાવસ્તિ નગરી માં થી બે રથો, અનેક બગીઓ,  વિશાળ શ્રમણ – શ્રમણીવૃંદ, હજારો ની સંખ્યામાં ઉપસ્થિત ભાવિકો સાથે વરસીદાન કરતો, ઠેર ઠેર પુષ્પવૃષ્ટિ થી ભવ્યાતિભવ્ય બનતો મીરા રોડ ના મધ્ય ભાગમાં લગભગ ચાર કિ.મી. ફર્યો હતો. ઠેરઠેર જૈનો-અજૈનો આ વરઘોડા માં જોડાયા હતાં. અમદાવાદ થી ગુરૂભક્ત લલીતભાઈ ધામી, રાજુભાઈ, અમિતભાઈ વગેરે પણ આ પ્રસંગે આવ્યાં હતાં. રાત્રે કુમારપાળ મહારાજા ની આરતી ભવ્ય રીતે કરાઈ હતી. આજનો લોકો નો ઉલ્લાસ તો જાણે આસમાન ને આંબતો હતો. વરઘોડા બાદ સૌ એ દીક્ષા કલ્યાણક માણ્યો હતો.

               પ. પૂ. પં. શ્રી મેઘદર્શન વિજયજી .મ. સાહેબે  વીતરાગતા તરફ લઈ જતાં વૈરાગ્ય નું રોચક વર્ણન કર્યુ હતું. પૂજ્યપાદ ગુરૂમા ના વિરતી પ્રેમ તથા વૈરાગ્ય ની વાતો રજૂ કરી હતી. જિનાલયમાં પ્રભુ ની પ્રતિષ્ઠા થતાં  ભાવિમાં વિનયનગરવાસીઓ એ પ્રભુની ભક્તિ કેવી રીતે કરવી તેની સમજણ આપી હતી. આ પ્રસંગે ધર્મસંકુલ ના નિભાવ માટે સર્વસાઘારણ ફંડ ની પ્રેરણા કરતાં એક લાખ સાઠ હજાર ના સારા નામો પણ આવ્યા હતાં. કુલ મહત્તરા-માતા-પિતા-બેન વગેરે ના સંવાદો માં પણ વૈરાગ્ય નિતરતો હતો  તથા ભગવાન સંસાર ત્યાગી ને દીક્ષા લે છે પણ અમે હજી કેમ નથી લઈ શકતાં તેવો અફસોસ વ્યક્ત થતો હતો.

 • રાત્રે તપોવન સંસ્કારધામ, ઉપાસના મંદિર ના બાળકો  ના ભવ્ય કાર્યક્રમો થયાં હતાં.

 • ઘાટકોપર વર્ઘમાન સંસ્કારધામ ના યુવાનો એ ભાવના ભણાવી હતી.

 • Learn & Turn ના બાળકો દ્વારા તિલક અમર રહો કાર્યક્રમ યોજાયો હતો.

મહા સુદ – ૧ર કેવળજ્ઞાન કલ્યાણક, અંજનશલાકા પ્રતિષ્ઠા, નિર્વાણ કલ્યાણક

        વહેલી સવારે 3-૪૫ વાગે પૂ. આચાર્ય શ્રી, પંન્યાસજી ભગવંતો જિનાલય માં અધિવાસના – અંજનાદિ માટે ભાવ વિભોર બન્યા હતા. સવારે પાંચ વાગતાં જ લોકો ના ટોળે ટોળા પ્રભુના કેવળજ્ઞાન કલ્યાણક પછી અંજનશલાકા દ્વારા પ્રતિષ્ઠિત થયેલા પરમાત્મા ના દર્શન કરવા ઉભરાતા હતા. શુભ મુહુર્તે આચાર્ય ભગવંતો દ્વારા અંજનશલાકા થઈ. સવારે ૫-૪૫ વાગે સૌએ પ્રભુ ના પ્રથમ દર્શન કર્યા. દેવવંદાનાદિ પછી નિર્વાણ કલ્યાણક ના ૧૦૮ અભિષેક થયા. સૌ પ્રભુ ની પ્રતિષ્ઠા ની આતુરતા થી પ્રતિક્ષા કરી રહ્યાં હતાં.

         વર્ધમાન સંસ્કારધામ ના યુવાનો એ પ્રતિષ્ઠા ની શ્રેષ્ઠ વ્યવસ્થા કરી હતી. મંત્રોચ્ચારપૂર્વસ શ્રેષ્ઠ મુહુર્તે પરમાત્મા – દેવો – ગુરૂપાદુકાઓ વગેરેની મંગલમય-આનંદમય-ઉલ્લાસમય  વાતાવરણમાં જ્યારે પ્રતિષ્ઠા થઈ ત્યારે વિરાટ માનવ મહેરામણ ઝુમી ઉઠ્યો. મન મુકીને નાચવા લાગ્યો.

        મહોત્સવ દરમ્યાન રોજ ર થી 3 હજાર તથા પ્રતિષ્ઠા દિને  3 થી ૫ હજાર જેવા ભાવિકોએ પ્રભુભક્તિ ના આનંદને માણ્યો. વિનયનગર વાસીઓ ના આગ્રહ કરીને  બપોરે 3.૧૫ થી ૪-૧૫ પૂ. પં. શ્રી મેઘદર્શનવિજયજી મ. સા. નું પ્રવચન ગોઠવાયું. જેમાં ચાતુર્માસ ની આગ્રહભરી વિનંતી કરી. તેઓશ્રી ના અતિશય પ્રેમ-લાગણી-ભાવના ને  જાણીને પૂજ્યશ્રી  એ ચૈત્રી ઓળી ની આરાધના માટે બે મહાત્મા મોકલવા ની અનુજ્ઞા આપી જેને વિનયનગરવાસીઓએ વધાવી લીધી. પછી પૂ. આ. શ્રી હરિકાંતસૂરિજી મ.સા. તથા પૂ. પં. શ્રી મેઘદર્શનવિજયજી મ.સા. નો વિહાર થતાં સૌ એ ફરી પધારવાની વિનંતી સાથે રડતા હ્રદયે વિદાય આપી.

 મહા સુદ ૧૪ દ્વારોદઘાટન

           સવારે પૂ. આ. શ્રી રાજેન્દ્રસુરીશ્વરજી મ. સાહેબ ની નિશ્રા માં દ્વારોદઘાટન થયું. ચૌદશ તથા પૂનમ ના પૂજ્ય શ્રી એ સ્થિરતા કરી. પ્રવચન દ્વારા સહુને પ્રભુમય બનાવી ને વદ – એકમ ના વિહાર કર્યો ત્યારે સૌ એ આચાર્ય શ્રી ને ફરી પધારવા ની વિનંતી કરવા  પૂર્વક ભાવભીની વિદાય આપી.

અંજન શલાકા પ્રતિષ્ઠા પ્રસંગ ભલે સંપન્ન થયો પણ તેનાં સંભારણાં તો મિઠાં  છે, અવિસ્મરણીય છે.

જ્ઞાન પ્રસાર ના માધ્યમ થી આપણે પણ આ પ્રસંગ ની અનુમોદના કરીએ.

માહિતી – પરમપૂજ્ય પંન્યાસ શ્રી મેઘદર્શન વિજયજી મ. સાહેબ 

વિશેષ  આભાર : ‘સાઈન શો ‘ દશરથ પટેલ અને સહ કાર્યકરો.

Leave a Reply

You must be logged in to post a comment.

March 2019
M T W T F S S
« Aug    
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Subscribe to Gyanprasar via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 190 other subscribers


Hit Counter by latest gadgets
%d bloggers like this: