મત્થેણ વંદામી, ગુરૂદેવ મારી બહેન અને મોટી મમ્મી (બા) કહે છે કે જંબૂસ્વામી પછી મોક્ષ ના દરવાજા બંધ થઈ ગયા. તો ગુરૂ ભગવંત શું હાલ કોઈ જ મોક્ષે ન જઈ શકે ?કૃપાળુ ગુરૂદેવ આપણે વહેલા માં વહેલા ક્યારે મોક્ષે જઈ શકીએ તે જણાવો ને .

ભવ્ય ભદ્રેશ શાહ – મંડપેશ્વર જૈન સંઘ, બોરીવલી (વે.) વય – 12વર્ષ ઈ-મેલ – [email protected]

ભવ્ય, ખુબ જ સરસ પ્રશ્ન છે.

જો ભવ્ય સાંભળ મોક્ષના દરવાજા તો કાયમ જ ઉઘાડા હોય છે.

હા આપણે જે ભરતક્ષેત્ર માં રહીએ છીએ ત્યાંથી આયુષ્ય પૂર્ણ થાય ત્યારે કોઈ આત્મા સીધા મોક્ષ માં નથી જઈ શકતાં તેથી અપેક્ષા એ કે વ્યવહાર ની ભાષામાં દાદીમાએ આ વાત કરેલ છે.

પણ મહાપુણ્યશાળી આત્માઓ ભરતક્ષેત્ર નું આયુષ્ય પૂર્ણ કરી બીજા કોઈ ક્ષેત્ર જેમ કે મહાવિદેહ ક્ષેત્ર માં જન્મ લઈ અને ત્યાંથી મોક્ષે જઈ શકે.

ક્ષમણ ભગવાન મહાવીર સ્વામી ના ગણધર ગૌતમ સ્વામી ના શિષ્ય જંબૂસ્વામી ભરતક્ષેત્ર માં થી મોક્ષે જનાર છેલ્લાં આત્મા હતાં.

 

matheran

તારે માથેરાન જવું હોય તો નેરળ સ્ટેશન પર ગાડી બદલવી પડે કે નહીં.

પાલિતાણા માં આવેલ શત્રુંજય જવા માટે સોનગઢ સ્ટેશને ઉતરવું પડે ને ?

બીજા પણ રસ્તા હોઈ શકે. તેમ જ હાલમાં ભરતક્ષેત્ર થી મહાવિદેહ કે અન્યક્ષેત્રમાં જઈ મોક્ષે જઈ શકાય.

 

 

03_Siddha_Shilaવધુ શાસ્ત્રીય રીતે સમજાવું તો કોઈ પણ સમય માં ૧ થી ૧૦૮ સુધી ની સંખ્યા ના આત્મા મોક્ષે જાય છે.

મોક્ષે જવામાં વધુમાં વધુ ૬ મહિના નું અંતર પડે છે.

એટલે કે દર ૬ મહિને કોઈને કોઈ મહાપુણ્યશાળી આત્મા સર્વ કર્મો ના બંધન તોડી મોક્ષ ને પ્રાપ્ત કરે છે.

પૂજ્ય શ્રી વર્ધમાનસૂરિજી કાળધર્મ પામ્યા પછી શ્રી શંખેશ્વર મહાતીર્થ ના અધિષ્ઠાયક દેવ બન્યાં છે.

તેઓ ના જણાવવા મુજબ શ્રી સિમંધર સ્વામી ભગવાન મહાવિદેહ ક્ષેત્ર માં વિહરમાન તીર્થકર પાસેથી જાણ્યું છે કે વસ્તુપાળમંત્રી મહાવિદેહક્ષેત્રમાં પુંડરીકિણી નગરીમાં રાજકુમાર કુરુચંદ્ર તરીકે જનમ્યા છે.

રાજ્ય ભોગવી, સંયમ ગ્રહણ કરી ને મોક્ષે જશે.

અનુપમા દેવી પણ શેઠ ની દીકરી તરીકે મહાવિદેહ ક્ષેત્ર માં જન્મી, ૮ વર્ષ ની વયે ચારિત્ર લઈ નવમા વર્ષે કેવળજ્ઞાન પામી ને વિચરે છે.

પૂ. લક્ષ્મીસૂરીજી મ. સા. ચૈત્યવંદન માં જણાવે છે કે

જે સુલભબોધિજીવ

 

“ ૐ હ્રીઁ શ્રીઁ અર્હં શ્રી સિમંધર સ્વામી ને નમઃ ”

નો જાપ એક લાખ વખત કરે તો આ ધ્યાન ના પ્રભાવે મહાવિદેહ માં જન્મ લઈને નવમા વર્ષે કેવલી બને છે.

માટે જ ઉત્તમ ધર્મઆરાધનાઓ નું આલંબન લઈ પરમાત્મા ના ગુણો ને સતત નજર સમક્ષ રાખી ને આપણાં આ જીવનમાં સુકૃતો ની પરંપરા રચી ને જ મોક્ષ મેળવી શકાય.

પં. મેઘદર્શન વિજયજી

ગોવાલિયા ટેંક જૈન આરાધના ભવન, મુંબઈ

 

સાક્ષાત કરૂણા ના સાગર શાંતિનાથ ભગવાન, 

સમગ્ર ભારત વર્ષ માં અહિંસા નું પાલમ કરાવનાર કુમારપાળ મહારાજા, 

જિંદગી આખી કતલખાનાઓ થી જીવો ને બચાવવા લડનારા યુગપ્રધાન આચાર્યસમ પંન્યાસ ગુરૂદેવ શ્રી ચંદ્રશેખર વિજયજી મ. સા. આ સહુ આપણાં આદર્શ છે તેની સામે આપણે ક્યાં છીએ ?

તમારો પ્રતિભાવ જણાવજો .

આપણો નંબર ક્યાં આવે ? નાનામાં નાના જીવો ની રક્ષા સુચવતાં જિનશાસન ને પામનારાં આપણે ચોમાસા નાં ચાર મહિના માટે AC / પંખા નો ત્યાગ ન કરી શકીએ ? ઈલેક્ટ્રીસીટી નો ઓછો ઉપયોગ કરવાથી, ઈલેક્ટ્રીસીટી મેળવવા પૃથ્વીકાય,પાણી, વનસ્પતિકાય અને અગ્નીકાય ના અનેક જીવો ની વિરાધના થી બચીએ.

છ નિકાય ના જીવો ની વિરાધના થાય છે તે જીવો ની જયણા કરવાનો સંકલ્પ લઈએ. સાથે સાથે દેશના વિકાસ માં પણ આપણો ફાળો આપીએ. ધર્મ, દેશ અને સંસ્કૃતિ ની પણ રક્ષા કરવામાં પોતાનો ફાળો નોંધાવીએ.

ટીવી, મોબાઈલ કે કમ્પ્યુટર નો ઉપયોગ પણ સંયમપૂર્વક જરૂરિયાત પુરતો જ કરવો જોઈએ . 

જ્ઞાન પ્રસાર

Leave a Reply