પ. પૂ. આચાર્ય શ્રીમદ વિજય મેઘદર્શનસૂરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા કર્મ ના સિધ્ધાંતો (Karma Philosophy)

ગુરૂદેવ પં. પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મ. સા.

त्वदीयं तुभ्यं समर्पियामी

त्वदीयं तुभ्यं समर्पयामि.એટલે જિનશાસન નાં  ૪૫ આગમો, અનેકાનેક શાસ્ત્રો ના ઉંડા અભ્યાસુ, વિશુદ્ધ આચરણ અને વિલક્ષણ શાસન પ્રભાવના થકી આબાલ વૃદ્ધ સહુનાં મન મંદિર માં વસેલાં પરમ ઉપકારી પૂજ્ય ગુરૂમા ચંદ્રશેખર વિજયજી મ. સા. નું સાંનિધ્ય પામી તેમનાં ચરણે સમર્પિત બની, તેમનું પગલે પગલું અનુસરનારાં  શિષ્યરત્ન આચાર્ય શ્રીમદ વિજય મેઘદર્શનસૂરીશ્વરજી ની કલમ દ્વારા આપણાં સહુનાં પરમ ઉપકારી ગુરૂદેવ ના જીવનની મહત્વ ની વિગતો જાણીએ કે જેના થકી જૈન સમાજ અને ધર્મ ને નવી ઉંચાઈ અને ગૌરવ પ્રાપ્ત થયું. આપણે પણ પૂજ્ય ગુરૂદેવ ના ચરણે શ્રદ્ધાંસુમન સમર્પિત કરી... તેમણે ચિંધેલા માર્ગે ધર્મ અને સંસ્કૃતિમય જીવન જીવી સાર્થક થઈએ. "ધર્મો રક્ષતિ રક્ષિતઃ" અર્થાત જે સમાજ ધર્મ ની રક્ષા કરે છે તેની રક્ષા આ આચરેલો ધર્મ જ કરે છે એવાં ભાવો થી જીવન જીવેલાં ગુરૂમા નાં ચરણે કોટિ કોટિ વંદન ...

ગુરૂદેવ શ્રી એ કરેલાં શાસન રક્ષા, રાષ્ટ્ર અને સંસ્કૃતિ રક્ષા નાં અનેક કાર્યો, તેમની અદ્દભૂત સાધના, આરાધના, ધર્મ પ્રેમ, રાષ્ટ્રનિષ્ઠા, નિસ્પૃહતા અને સતત આત્મા અને પરલોક વિશે ની પળેપળ ની જાગૃતિ વિષે નું સંકલન....ગુરૂમા આપ અમ સહુનાં જીવન માં અનરાધાર વરસ્યા છો, પ્રભુનાં વચનો ને પામી આપે અનેક દિવડાં પ્રજવલ્લિત કર્યા છે, આપનું જીવન જિનશાસન ના આકાશ માં સૂર્ય સમાન બની રહ્યું છે, આપની જ્ઞાનગંગા માં ડુબકી લગાવનાર નું જીવન પાવન અવશ્ય થાય જ  છે. આપનાં ઉપકારો નો કોઈ જ બદલો અમે ચુકવી શકીએ તેમ નથી, આપનાં અનેકાનેક ઉપકારો અમારાથી ક્યારેય ભૂલી શકાય તેમ નથી.

ગુરૂમાં ના ચરણે સમર્પિત
આ. વિજય મેઘદર્શન સૂરિશ્વરજી
મુલુંડ, મુંબઈ.

September 2018
M T W T F S S
« Aug    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

Subscribe to Gyanprasar via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 190 other subscribers


Hit Counter by latest gadgets
%d bloggers like this: