યુગપ્રધાન આચાર્યસમ પ. પૂ. પં. શ્રીમદ્દ ચંદ્રશેખર વિજયજી ની પુણ્યતિથી નાં દિને, તેમનાં શિષ્ય રત્ન પૂ. આચાર્ય શ્રીમદ્દ વિજય મેઘદર્શનસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં પૂજ્યશ્રી નાં ગુણસંભારણાં રૂપે એક આર્ટ ગેલેરી નું આયોજન કરાયેલ.

શ્રી કુંથુ નાથ સ્વામી જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ નાં આંગણે અનેક ભક્તો એ આ આર્ટ ગેલેરી ની મુલાકાત લઈ જિનશાસન ની વિરલ વિભુતિ, કરૂણાં નાં સાગરસમા પૂ. ચંદ્રશેખર વિજયજી મ. સા. ની યાદો ને તાજી કરી હતી. આવાં વિરલ સંતો વીર પ્રભુ નાં શાસન ને અજવાળતાં રહેશે, અને જિન શાસન ની ભવ્યધજા ગગને લહેરાતી રહેશે.

પર્વાધિરાજ પર્યુષણ ૨૬ મી ઓગષ્ટ ૨૦૧૯ થી શરૂ થઈ રહ્યાં છે, પુણ્ય નું પોષણ અને પાપનું શોષણ કરી જીવન ને પાવન નિર્મળ બનાવીએ એવાં આશિષ માંગીએ.
જે યુવાનો પર્યુષણ ની આરાધના કરાવવાં જવાનાં છે, તેમનાં માટે આજે ૧૫ મી ઓગષ્ટ ૨૦૧૯ નાં રોજ બપોરે ૨: ૩૦ થી ૫:૦૦ દરમ્યાન  એક ટ્રેનિંગ નું આયોજન આચાર્ય મેઘદર્શનસૂરીશ્વરજી મ.સા. ની નિશ્રામાં કરાયેલ છે. ચોવિહાર ની વ્યવસ્થા કરવામાં આવી છે.

સ્થળ :

શ્રી કુંથુનાથ સ્વામી જિનાલય,
જૈન દેરાસર રોડ,
પોદાર સ્કુલ ની પાસે,
સાંતાક્રુઝ (વે.), મુંબઈ.

 

Leave a Reply