પ. પૂ. આચાર્ય શ્રીમદ વિજય મેઘદર્શનસૂરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા કર્મ ના સિધ્ધાંતો (Karma Philosophy)

શ્રી સમસ્ત મુંબઈ જૈન સંઘ મોવડીઓનું મિલન

શ્રી સમસ્ત મુંબઈ જૈન સંઘ

શ્રી ગોવાલિયા ટેંક જૈન સંઘ, ઓગષ્ટ ક્રાંતિ મેદાન રોડ,
ગ્રાન્ટ રોડ (વેસ્ટ), મુંબઈ – ૪૦૦ ૦૩૬.

સંપર્ક :સમીરભાઈ ૯૮૨૦૩૪૪૮૩૩
કમલભાઈ ૯૮૨૧૧૬૧૨૨૭

આસો સુદ – ૫, સોમવાર તા. ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૪

સ્વ હૃદય સહિત સમગ્ર વિશ્વમાં જૈન શાસનને પ્રતિષ્ઠિત કરી રહેલા સંઘ મોવડી ટ્રસ્ટીવર્યોશ્રી ….પ્રણામ. આપ સૌને જણાવતા આનંદ થાય છે કે તા. ર૮ સપ્ટેમ્બર ર૦૧૪ ના શુભદિને અમારા સંઘના આંગણે મુંબઈ ના સંઘોના મોવડીઓ (ટ્રસ્ટીવર્યો) નું મિલન પૂ. ભક્તિયોગાચાર્ય યશોવિજયસુરિજી મ. સાહેબ તથા પૂ. પંન્યાસ પ્રવર શ્રી મેઘદર્શન વિજયજી મ. સાહેબની પાવન નિશ્રામાં ઉલ્લાસપૂર્વક યોજાયું અને સફળ રહ્યું. અનેક સંઘોમાં અનેક કાર્યક્રમો હોવા છતાંય મુંબઈના લગભગ ૮૦ થી ૯૦ સંઘોના રર૫ થી ર૫૦ મોવડીઓની ધ્યાનાકર્ષક ઉપસ્થિતિ રહી. પધારેલા સૌના ઋણસ્વીકારપૂર્વક, સંજોગોવશાત ન આવી શકેલા મોવડીઓને આ મિલન ની સામાન્ય રૂપરેખા આ પત્ર દ્વારા જણાવીએ છીએ.

સામુદાયિક ગુરૂવંદન, પૂ. આચાર્ય શ્રી ના માંગલિક અને સંઘના ટ્રસ્ટી શ્રી મહાસુખભાઈના આવકાર વ્યક્તવ્ય પછી પૂ. પન્યાસ શ્રી મેઘદર્શન વિજયજી મ. સાહેબે સર્વ ટ્રસ્ટીવર્યોના સંઘના-શાસન ના કાર્યો સમય નો ભોગ આપવા બદલ કદર કરીને, મહાત્માઓ-ટ્રસ્ટીઓ, આરાધકો-ટ્રસ્ટીઓ, કાર્યકરો-ટ્રસ્ટીઓ, સંઘસભ્યો-ટ્રસ્ટીઓ તથા પરિવાર-ટ્રસ્ટીઓ વચ્ચેના વ્યવહારોમાં પ્રભુના સંઘ-શાસન ને નજરમાં રાખીને ગમ ખાઈને, ભૂલી જઈને, સાભળી લઈને કે સહન કરીને પણ શાસનની-સંઘની સેવા ચાલુ રાખવા બદલ ટ્રસ્ટીઓને ધન્યવાદ આપ્યાં હતા, તથા આ કાર્યો કરવામાં સહકાર આપનાર શ્રાવિકા-સંતાનો વગેરે પરિવારના સભ્યોનો ઘરે જઈને ખાસ આભાર માનવા પ્રેરણા કરી હતી. મોવડી મિલન ના આમંત્રણ કાર્ડમાં જણાવેલા નવ મુદ્દા અંગેની સઘન વિચારણાના પોંઈંટોની પ્રવેશ વખતે જ સૌને અપાઈ હતી, તેની વિગતવાર છણાવટ પૂજ્યશ્રીએ પોતાના પ્રવચનમાં કરી. આ પ્રવચન સાંભળનારા ઘણાને એમ લાગ્યું કે, “અમારા ૮૦ ટકા સવાલોના સંતોષકારક જવાબો મળી ગયાં” આજ સુધી અમને સંભળાવનારા તો ઘણા મળ્યાં, આજે સમજનારા પણ મળ્યા. (આ નવ મુદ્દાના સૌને અપાયેલ નોંધ આ સાથે મોકલી છે. બધા જ ટ્રસ્ટીઓ-કાર્યકર્તાઓને વાંચવા-વિચારવા-અમલમાં મૂકવા વિનંતી છે. તેમાં જણાવેલ જૈન ધાર્મિક ક્ષેત્રો આદિ સંબધી શાસ્ત્રીય+પરંપરા આધારિત શુદ્ધ વહીવટની માર્ગદર્શિકા કે ધાર્મિક વહીવટ વિચાર પુસ્તિકાની જરૂર હોય તો અમારી પાસેથી મળી શકશે.)

આ મિલનમાં પૂજ્યશ્રીએ વધુ ભાર સગઠન ઉપર મૂક્યો હતો. મુંબઈના બધા સંઘોનું એક સંગઠન થાય. એ જ રીતે સુરત, અમદાવાદ, વડોદરા, ચેન્નાઈ, બેંગલોર વગેરેના સંગઠનો તૈયાર થાય. આ રીતે જિલ્લાઓ, રાજ્યો ના સંગઠનો તૈયાર થતાં સમગ્ર વિશ્વના જૈન સંઘો નું એક વિશિષ્ટ સંગઠન બને, તે જ પ્રભુનો સ્થાપેલો અખંડ જૈન સંઘ. સહુની ઉપર મહાત્માઓની પ્રવર સમિતી હોય પૂજ્યશ્રીએ જણાવેલ કે, યુનાઈટેડ વી વિન, ડિવાઈડેડ વી રૂઈન. જો આપણે એક થઈશું તો કાયમ ટકીશું. જો આપણે છુટા પડીશું, તો ખતમ થઈશું. કળિયુગમાં તો સંગઠનમાં જ શક્તિ છે. પોતાનું કાંઈપણ છોડ્યા વિના, બીજાને ડિસ્ટર્બ કર્યા વિના, પોતપોતાના વડિલોની મર્યાદા-આચરણા સાચવીને, પરસ્પરના આત્મીય; પૂરક અને સહાયક બનવા સગઠિત બનીએ. અવસરે એક બીજાને સાચવી લઈએ. જૈન શાશનનો જયજયકાર કરીએ.
પૂજ્યશ્રીએ સંગઠનના લાભો જણાવ્યા કે, સંગઠન થતાં,

  • એક વાક્યતા આવે, જૈન સંઘનો વોઈસ ઉભો થાય.
  • લીગલસેલ ઉભો કરીને સૌને પૂર્વે ઘડાયેલા અને નવા ઘડાતા કાયદાઓની સલાહ આપી શકાય.
  • કન્ઝ્યુમર સેલ ઉભો કરીને વર્ષે લગભગ ૧૦૦ થી ૧૫૦ કરોડની બધા સંઘની અત્તરવાયણા, બીયાસણા-પારણા, સાધર્મિક ભક્તિની કરિયાણા વગેરેની ખરીદી સામુદાયિક હોલસેલ માં પાંચ ટકા સસ્તી થાય તો પાંચથી સાત કરોડ રૂપિયા સાધારણ ખાતાના બચી શકે.
  • કેસર-સુખડ વગેરે પૂજન સામગ્રીઓ શુદ્ધ સારી ઓછા ભાવે મેળવી શકાય.
  • સાધર્મિક ભક્તિસેલ ઉભો કરીને ૧૦-૫૦-૧૦૦-૨૦૦ નબળા સાધર્મિકોને જુદાજુદા સંઘો વડે દત્તક લેવડાવી ને હાલના લગભગ ૧૨૦૦ થી ૧૫૦૦ સાધર્મિકોની ગૌરવસભર ખાનગીમાં ભક્તિ થઈ શકે. કોઈ સાધર્મિક નબળો ન રહે.
  • જીવદયાસેલ ઉભો કરીને, એક-બે-પાંચ સઘો દ્વારા ૧-૧ પાંજરાપોળ ઘાસ પૂરતી દત્તક લઈને સંગઠનના બધાં સંઘો દ્વારા બધીજ પાંજરાપોળને ઘાસની બાબતમાં સારી રીતે સાચવી શકાય.
  • જિર્ણોદ્ધાર સેલ ઉભો કરીને, એક-બે-ત્રણ-પાંચ સંઘો ભેગા મળીને ૧-૧ દેરાસર ના બાકી રહેલા સંપૂર્ણ જિર્ણોદ્ધારનો લાભ લે, તો અનેક જિનાલયોના જિર્ણોદ્ધાર સારી રીતે ઓછા ખર્ચે સમયસરપૂર્ણ થાય.
  • જિનાલય સર્જનસેલ ઉભો કરીને નવા જિનાલયો કે જિર્ણોદ્ધાર માટે આરસ, સોમપુરા, શિલ્પ શાસ્ત્ર વગેરે અંગે જરૂરી માર્ગદર્શન આપીને દેવદ્રવ્યની ઘણી રકમ બચાવી શકાય.

સંગઠનના અનેક લાભો જણાવીને, પૂજ્યશ્રીએ કહેલ કે પ્રભુનો સ્થાપેલો મહાન સંઘ છે જ. આપણે કોઈ નવી સંસ્થા બનાવવી નથી. જોડાયેલા બધા સંઘોના ટ્રસ્ટીરૂપ પ્રતિનિધીઓ સમાન એજન્ડામાં સાથે રહીને જરૂરી સલાહ-સુચનોનું આદાન-પ્રદાન કરવાપૂર્વક એકબીજાને પૂરક-સહાયક-પ્રોત્સાહક બને તેવું સંગઠન રચવું છે. બધા સંઘોને સંગઠનમાં જોડાવા પ્રેરણા છે. તે માટે ફોર્મ ભરીને તરત પરત કરવું. મહામંગલરૂપે મુંબઈના બધાજ (૬પ૦ થી ૭૦૦) જિનાલયોના સામુદાયિક શુદ્ધિકરણનો કાર્યક્રમ આઠેક મહિનામાં ગોઠવાશે. આપ સર્વને જોડાવા તથા લાભ આપવા વિનંતી છે. દિવસ નક્કી થયે જણાવાશે. હાલ તો આ સાથે મોકલેલ ફોર્મ ભરીને તા. ર૭ ઓક્ટોબર સુધીમાં પરત મોકલવા વિનંતી છે. જેથી જિનાલયો તથા તેમાં રહેલ ભગવાન વગેરેની સંખ્યા નો ડેટા મળતાં શદ્ધિકરણ નો વ્યવસ્થિત પ્લાન બનાવી શકાય. આપ સંગઠનમાં જોડાશો જ, એવો અમને પૂર્ણ વિશ્વાસ છે, પણ કદાચ કોઈ કારણસર જોડાઈ શકો તેમ ન હો તો પણ શુદ્ધિકરણ નો લાભ અવશ્ય આપશોજી. તથા ફોર્મની કોઈ વિગત જણાવવી યોગ્ય ન જણાતી હોય તો જે જે વિગત જણાવી શકો તેમ હો, તે બધી જ વિગતો ભરીને ફોર્મ અવશ્ય તરત મોકલી આપશોજી.

પૂજ્યશ્રીએ નવી પેઢીના સંસ્કરણના માટે ધાર્મિક અધ્યાપકોના પ્રશિક્ષણ, આરાધના, પોંઈંટ કાર્ડ, લર્ન એન્ડ ટર્ન, રત્નત્રયમ વગેરેની વાતો કરવા સાથે સમગ્ર મુંબઈમાં શરૂ થયેલ  જ્ઞાનદિપક યોજના  પણ સમજાવી હતી. સી.એસ.ટી થી ભિવંડી અને ચર્ચગેટ થી અગાસી સુધીના ૬ થી ૬૦ વર્ષના પુણ્યશાળીઓનું ભાગ- ૧,ર, ૩ માં પાસ થનારા નું ક્રમશઃ બહુમાન રૂ. પ૦૦, ૧૫૦૦, ૩૦૦૦ થી તથા તેને તૈયાર કરનાર અધ્યાપકોનું પણ તેને આઘારે બહુમાન કરાશે. ૧૪ અને ૨૧ ડિસેમ્બર ૨૦૧૪ ના ભાગ – ૧ ની પરીક્ષા લેવાશે. જેના ૩૨૦૦ થી વધારે ફોર્મ આવી ગયાં છે. દરેક સંઘને તેમાં જોડાવા પેરણા કરી હતી. જ્ઞાનદીપક નું પુસ્તક તથા સાહિત્ય પણ અપાયું હતું. આચાર સંપન્ન શ્રાવક-શ્રાવિકાઓનું સર્જન કરવા તેમણે પ્રભાવનાઓ નો ટ્રેન્ડ બદલવાનું કહેલ તથા  Gyan 4U  જેવાં તત્ત્વજ્ઞાન માસિકો, ઓપનબુક એક્ઝામ, વગેરોનો પ્રચાર-પ્રસાર કરવા જણાવેલ. સાધારણ ખાતાની ઉપજ વધારવાના ઉપાયો વિસ્તારથી સમજાવ્યા હતા. સાધુ-સાધ્વીજી ભગવંતોના યોગ-ક્ષેમ-સ્વાધ્યાય તથા વિહારકાળજી માટે સુચનો પણ જણાવ્યા હતા. જે આ સાથે ટૂંકમાં જણાવેલા છે.

પૂ. આ. શ્રી યશોવિજયસૂરીશ્વરજી મ. સાહેબે ટ્રસ્ટીવર્યોની આંખમાં ચમકી રહેલા જિનશાશનપ્રેમની કદર કરીને સાધનામાર્ગ અને કલામાર્ગ ની સમજણ આપીને જિનાલયની ઊર્જાનું મહત્વ સમજાવેલ. તથા પૂજ્યપાદ પં. શ્રી મેઘદર્શન વિજયજી મ. સાહેબે જણાવેલી વાતો નો અમલ કરવાપૂર્વક તેમનું માર્ગદર્શન લેવા માટેના આયોજન વારંવાર ગોઠવવાની પ્રેરણા કરી હતી. શ્રમણોની મહત્તા, પ્રભુના ચરણોની પ્રથમ પૂજા, જિનાલય ના શિખર વગેરેના રહસ્યો જણાવીને અંગિયા કે ખોખા વિના ડાયરેક્ટ પ્રભુપૂજા ચંદનથી શરૂ કરવાની પ્રેરણા કરી હતી. માટુંગાના ટ્રસ્ટીવર્યશ્રી બિપીનભાઈએ જણાવેલ કે સગઠનની ઘણી જરૂર છે. છેલ્લાં ત્રણ વર્ષમાં મુંબઈના ૨૧ સંઘે એકત્રિત થઈને દેવદ્રવ્યમાંથી ૬૪ દેરાસરના જિર્ણોદ્ધારના કાર્ય પૂર્ણ કર્યા છે અને એપ્રિલ – ૨૦૧૫ થી માર્ચ-૨૦૧૭ ના બે વર્ષ દરમ્યાન બીજા અનેક જિનાલયોના બાકી રહેલા જિર્ણોદ્ધાર કરવા લગભગ દેવદ્રવ્યના ૨૦ કરોડ રૂપિયાની આવશ્યકતા છે. જે સંઘની ભાવના હોય તેઓ જણાવી શકે. તેમણે પોતાના સંઘના જ નામે, તે જ સંઘને જરૂરી રકમ છ-છ મહિને કાર હપ્તે પોતાની રીતે મોકલવાની છે. આપણે સૌ સંગઠનમાં જોડાઈને આવા અનેક કાર્યો કરીએ.
સર કીકાભાઈ હોસ્પિટલ માં આપણાં સંઘોના સૌજન્યથી પ્રત્યેક જૈનને હૃદય નાં બાયપાસ ઓપરેશન રૂ. પ૦,૦૦૦/- અને એન્જિયોપ્લાસ્ટી રૂ. રપ,૦૦૦/- માં કરવા શક્ય થયેલ છે.
ગોવાલિયા ટેંક જૈન સંઘના સૌજન્ય થી મોતિયા નું ઓપરેશન અહીં નિશુલ્ક કરવામાં આવે છે તથા અહિંના મેડિકલ સેંટરના સભ્ય બનનારને અહીંથી દવાઓ નિશુલ્ક મળશે તથા ભાટિયા હોસ્પિટલમાં ૧૫% ડિસ્કાઉન્ટ નો લાભ મળશે. ઉપરની બંન્ને યોજનામાં સમગ્ર મુંબઈના બધાજ જૈનોને લાભ આપવાની વિનંતી કરાઈ હતી.

પૂ. પં. શ્રી મેઘદર્શન વિજયજી મ. સાહેબનું માર્ગદર્શન સતત મળતું રહે તે માટે દર બે-બે મહીને સંઘોના મોવડીઓનું મિલન ગોઠવવાની માંગ ઉભી થઈ હતી. તે મુજબ  મોતીશા જૈન દેરાસર, શેઠ મોતીશા લેન, ભાયખલા માં તા. ૨૧ – ૧૨- ૨૦૧૪ રવિવારે સવારે ૯-૩૦ થી ૧૨-૩૦ બીજું મિલન ગોઠવાયું છે,  આપ સૌને પધારવા સપ્રેમ આમંત્રણ છે જરૂરથી પધારજો. સંગઠનના કાર્યમાટે અનેક યુવાન ટ્રસ્ટીઓએ પોતાના નામો કાર્યકર્તા તરીકે નોંધાવ્યા હતાં. છેલ્લે ગોવાલિયા ટેંક જૈન સંઘ વતી સમીરભાઈએ સહુનો આભાર માનીને સાધર્મિક ભક્તિનો લાભ આપવા વિનંતી કરી હતી. આપને પણ આ સંગઠનમાં જોડાવા તથા સાથેનું ફોર્મ ભરીને મોકલવા અમારી નમ્ર વિનંતી છે.

લિ. સમીરભાઈ ઝવેરી

Leave a Reply

You must be logged in to post a comment.

March 2019
M T W T F S S
« Aug    
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Subscribe to Gyanprasar via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 190 other subscribers


Hit Counter by latest gadgets
%d bloggers like this: