પ. પૂ. આચાર્ય શ્રીમદ વિજય મેઘદર્શનસૂરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા કર્મ ના સિધ્ધાંતો (Karma Philosophy)

શું અવકાશયાન ચંદ્ર ની જેમ મહાવિદેહ ક્ષેત્ર માં સિમંધર સ્વામી પાસે લઈ જઈ શકે ?

Q. ગુરુદેવ, જો અવકાશયાન ચંદ્ર ઉપર જઈ શકે તો તે મહાવિદેહ ક્ષેત્ર માં સિમંધર સ્વામી ભગવાન પાસે ન લઈ જઈ શકે ? શું મહાવિદેહ ક્ષેત્ર નું અંતર ચંદ્ર કરતાં પણ વધુ છે ?

 space-shuttle-discoveryAns. સરસ પ્રશ્ન છે તમારો હું મારા થી બનતો પ્રયત્ન કરી આ જવાબ સમજાવું છું. આપણે જાણીએ છીએ તેમ અવકાશયાન ચંદ્ર પર ગયાં જ નથી.

જૈન શાસન માં અંતર માપવા માટે યોજન નામનો એકમ છે. આપણે જેમ કિ.મી. કે માઈલ નો અંતર માપવા ઉપયોગ કરીએ છીએ ને તેમ  યોજન પણ અંતર માપવા માટે નો એકમ છે. આજનાં વૈજ્ઞાનિકો જેમ પ્રકાશવર્ષ નો ખગોળશાસ્ત્ર (Astronomical Science) માં પ્રયોગ કરે છે ને તેમજ જૈન શાસ્ત્ર યોજન નામના એકમ નો ઉપયોગ કરે છે.

૧ યોજન = ૩૨૦૦ માઈલ જેટલું અંતર ગણાય

૧ માઈલ = ૧.૬ કિ.મી.

 આપણી ઘરતી એટલે કે જંબુદ્વીપ માં આવેલા મેરુપર્વત ની સપાટી થી ચંદ્ર નું અંતર ૮૮૦ યોજન ઉપર છે.

મહાવિદેહ ક્ષેત્ર માં રહેલાં સિમંધર સ્વામી તો ઉપર નહીં પણ તીર્છા ૫૦ લાખ યોજન જેટલા અંતર પર છે. આનાથી ખ્યાલ આવશે કે મહાવિદેહ ક્ષેત્ર ચંદ્ર કરતાં પણ દુર છે. 

મહાવિદેહક્ષેત્ર જતાં પહેલાં વચ્ચે ઘણી ઉંચાઈ ધરાવતાં વૈતાઢ્ય પર્વત, લઘુહિમવંત પર્વત, મહાહિમવંત પર્વત, નિષધ પર્વત તથા અનેક વનખંડો ઓળંગવા પડે છે. જે આજનાં અવકાશયાનો માટે પણ શક્ય નથી જણાતા. તમે સહુએ બર્મુડા ટ્રાઈએંગલ વિશે તો સાંભળ્યું જ હશે. આ સ્થળે થી પસાર થનાર કોઈ પણ વિમાન, રોકેટ કે જહાજ નાશ પામે છે કે ક્યાં અદૃશ્ય થઈ જાય છે તેનો જવાબ આજના વિજ્ઞાન પાસે નથી. મહાવિદેહ ક્ષેત્ર માં રહેલ એક વિજય* માં થી બીજી વિજય માં પણ જવું સંભવ નથી તો ભરતક્ષેત્ર થી મહાવિદેહ ક્ષેત્ર માં અન્ય સહાય વગર માનવથી જઈ શકાય તેમ લાગતું નથી. 

* વિજય – એક મોટા દેશ નો ભૌગોલિક વિસ્તાર (Geographical territory)

 [જૈન શાસ્ત્ર પ્રમાણે વિશ્વનું સ્વરૂપ (Jain Cosmology) જોવું હોય તો પાલિતાણા માં આવેલ જય તળેટી નજીક આવેલ જંબુદ્વીપ સંકુલ ની મુલાકાત લેજો. પૂ. આચાર્ય અભયસાગરજી મ.સા. નાં પેપર ની NASA પણ નોંધ લે છે. વિશ્વનાં ઘણાં દેશ નાં લોકો તેમનાં પાસે જ્ઞાન મેળવવા અને સમજવાં આવતાં. તેઓ એ માત્ર સ્કુલ ના અભ્યાસ પછી નાની વયમાં દીક્ષા લીધી હતી તો પણ ઈંગ્લીશ ભાષાનું તેમનું જ્ઞાન ખુબજ વિશાળ હતું.]

Leave a Reply

You must be logged in to post a comment.

December 2018
M T W T F S S
« Aug    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

Subscribe to Gyanprasar via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 190 other subscribers


Hit Counter by latest gadgets
%d bloggers like this: