Q. રાત્રિભોજન ભયંકર પાપ છે તો જેટલું પાપ જૈન ને લાગે તેટલુંજ બીજા ધર્મ ના લોકોને પણ લાગે ને ? તો તેમનાં શાસ્ત્રો અને ધર્મગુરૂઓ કેમ નિષેધ નથી કરતાં ? રાત્રિભોજન નો માત્ર જૈન ધર્મ જ નિષેધ કરે છે ?

Ans. રાત્રિભોજન જૈન કરે કે અન્ય ધર્મ કે સંપ્રદાય ના લોકો કરે, સહુને પાપ તો લાગેજ છે. વૈદિક સંસ્કૃતિ ના ધર્મશાસ્ત્રો અનુસાર પણ રાત્રિભોજન નો સર્વથા ત્યાગ કરવાનું જણાવ્યું છે.

 

1

અર્થાત નરકના ચાર દરવાજા છે.

પહેલું – રાત્રિભોજન   

બીજું – પરસ્ત્રીગમન

ત્રીજું – બોળ અથાણું   

ચોથું – અનંતકાય (કંદમૂળ)

પણ લોકો રસની આશક્તિ અને જીભ ના શોખ ને લઈ બધાં શાસ્ત્રો ની આ વાત સામે આંખ આડા કાન કરવા લાગ્યા છે. ઘણાં તો ઈંડા પણ ખાવા લાગ્યાં છે. સબૂર આવાં કોઈ પણ મિત્રો સાથે ફરવા જતાં પહેલાં લાખ વાર વિચારજો ક્યાંક તમારો ધર્મ પણ ચુકી જશો. જીવન માં એક જ રાત્રિભોજન ત્યાગ નું પાલન આજ નાં સેંકડો પાપ થી તમને દુર રાખશે અને દુઃખ થી દૂર રાખશે. પરમાત્મા ની ભક્તિ થી ચડિયાતું સુખ જીવન માં કોઈ નથી.

બીજા પણ ઘણા સંદર્ભો આપણ ને વૈદિક સંસ્કૃતિ માં મળે છે. એક પછી એક જોઈએ.

2

અર્થાત જેઓ મદીરા (દારૂ), માંસનું સેવન, રાત્રે ભોજન અને કંદમૂળ નું ભક્ષણ કરે છે તેમનાં વ્રત, જપ, તપઅને તીર્થયાત્રાઓ નિષ્ફળ જાય છે.

માર્કડપુરાણ માં નીચે પ્રમાણે શ્ર્લોક આવે છે.

3

અર્થાંત સૂર્ય અસ્ત થયા પછી પાણી લોહી બરાબર કહેવાય અને અનાજ માંસ સમાન છે એમ માર્કંડઋષિ જણાવે છે. તોઓ આગળ કહે છે કે જેમ સ્વજન નું મૃત્યુ થતાં સૂતક લાગે છે તો સૂર્ય ના અસ્ત પછી ભોજન કેમ કરી શકાય? વધુમાં માર્કંડ ઋષિ કહે છે તેમ મદિરા – માંસ નું સેવન, રાત્રિમાં ભોજન, કંદમૂળનું ભક્ષણ કરવાથી જીવ નરકગતિ પામે છે અને તેનો ત્યાગ કરવાથી સ્વર્ગ ને પ્રાપ્ત કરે છે.

માર્કડપુરાણ માં યુધિષ્ઠિર ને કહેવામાં આવ્યું છે કે

4

અર્થાત હે યુધિષ્ઠિર ! તપસ્વીઓ અને વિવેકપૂર્ણ આચરણ કરનાર ગૃહસ્થો એ રાત્રે પાણી પણ ન પીવાય. જો પાણી ન પી શકાય તો ભોજન તો બિલકુલ જ ન લેવાય. રાત્રે ભોજન કરનાર પોતાના વિવેક ને ચુક્યાં ગણાય. આપણે સહુ જાણીએ છીએ કે પાંડવો માં યુધિષ્ઠિર નું આચરણ એક પ્રસંગ (નરોવા કુંજરોવા) સિવાય હંમેશા ઉચિત ગણવામાં આવ્યું છે. તેઓ સત્યપ્રિય, સત્ય વદનાર તરીકે પ્રસિદ્ધ છે. આમ ભારતની વૈદિક સંસ્કૃતિ ના માર્કડ ઋષિ પણ રાત્રિભોજન નો નિષેધ કરે છે.

    હવે આપણે સ્કંદપુરાણ નો એક શ્ર્લોક જોઈએ.

5

બહુ જ સુંદર લાભ બતાવે છે કે જે હંમેશા એકવાર ભોજન (એકાસણું) કરે છે તે અગ્નિહોત્ર ના ફળ ને પામે છે. અને જે હંમેશા સૂર્યાસ્તપૂર્વે ભોજન કરે છે તેમને ઘરે રહ્યાં છતાંય તીર્થયાત્રા નું ફળ પ્રાપ્ત થાય છે. અર્થાત ભાવ ની ઉચ્ચતમ વિશુદ્ધતા જળવાય છે. તમે માત્ર થોડાં દિવસ રાત્રિભોજન ત્યાગ કરો તમને તમારા ચિત ની પ્રસન્નતા જ આ શ્ર્લોક ની યથાર્થતા સમજાવી દેશે. જાણે તમે કોઈ તીર્થ ની સ્પર્શના કરતાં હો તેવાં ભાવ અનુભવી શકશો.

આવાં તો ઘણાં ઉલ્લેખો આ આર્ય સંસ્કૃતિ નાં ગ્રંથો માં ભરેલી છે. યજુર્વેદ, કપોલ સ્તોત્ર, યોગવાસિષ્ઠ વગેરે શાસ્ત્રો પણ રાત્રિભોજન ત્યાગ નું અનુમોદન કરે છે. છતાં ય આપણો મૂળ ઉદેશ તો આપણાં અને કુટુંબીઓના જીવન માં થી રાત્રિભોજન નું પાપ દૂર થાય. મિત્રો ને પણ આપણાં પરમાત્મા ની આજ્ઞા તેમનાં શાસ્ત્રો નાં સંદર્ભ આપી ને સમજાવી શકાય તે છે. લાભ અપાર અને નુકશાન બિલકુલ નહીં આવી Deal તો કોઈ પણ હિસાબે ના છોડાય તો આજથી જ મનોબળ મજબૂત કરી રાત્રિભોજન ને કહી દઈએ Bye Bye.

જૈનમ જ્યતિ શાસનમ

પં. મેઘદર્શનવિજયજી

નવજીવન સોસાયટી, બોમ્બે સેન્ટ્રલ

મુંબઈ.

 

આરાધના નું સ્કોર બોર્ડ

 

જેમને રાત્રિભોજન ત્યાગ ની બાધા લેવી હોય, લીધી હોય તો પૂજ્ય ગુરૂદેવ ને ઈમેલ મોકલી માર્ગદર્શન મેળવી શકશો.

  • બાધા નો સમયગાળો ( બે અઠવાડિયાં થી વધારે)
  • કવચિત નિયમ નો ભંગ થાય તો પ્રાયશ્ચિત

 

રાત્રિભોજન ત્યાગ

  • Gyanprasar.org વેબસાઈટના માધ્યમ થી ગુરૂદેવ સાથે જોડાયેલાં રહીએ, મોક્ષ માર્ગ ની મંઝિલ માં આત્મસાધના, સમાધિ ને પ્રેરક બળ પ્રાપ્ત કરતાં રહીએ એવી અભ્યર્થના સહ જય જિનેન્દ્ર.
 

Verification

 

Leave a Reply