ગુરૂદેવ મત્થએણ વંદામિ, સુખ શાતામાં છો ?

“માનવ સેવા એ જ પ્રભુ સેવા” તો શું માનવસેવા અને પ્રભુસેવા એ સમાન છે ?

જયેશભાઈ શાહ, મુલુંડ (વે.) 9869080818e-mail : jayesh.noble@gmail.com

ઉતર – જયેશભાઈ,

“માનવસેવા પણ પ્રભુસેવા છે” કહો ત્યાં સુધી ઠીક છે.

“માનવ સેવા એ જ પ્રભુસેવા”એ વાત બરાબર નથી.

આ બે વાક્યો માં માત્ર ‘પણ અને ‘શબ્દ નો ફરક દેખાય છે પણ તેનો અર્થ વિચારશો તો આસમાન-જમીન જેટલો ફરક જણાશે. જૈન શાસન તો સૂક્ષ્મ બુદ્ધિ થી ધર્મ કરવાનું કહે છે. જાડી બુદ્ધિ થી વિચારતાં જે સારું અને સાચું લાગે તે સૂક્ષ્મ બુદ્ધિ થી વિચારતાં ખોટું કે ખરાબ પણ હોઈ શકેછે.

ઉદાહરણ તરીકે પહેલી નજરે જોતાં કબુતર જાળમાં પકડવા ચણ નાખતો પારધી અહિંસક લાગે અને કબુતરો જાળમાં સપડાઈ ન જાય તે માટે તેમને તાળી પાડીને ઉડાડતો યુવાન ભોજન ઝુંટવી લેતો હિંસક લાગે. પણ સૂક્ષ્મ બુદ્ધિ થી વિચારતાં અને સાચી પરિસ્થિતી જાણ્યાં પછી પારધી હિંસક અનેખરાબ લાગે તેના પર ધિક્કાર થાય અને યુવાન અહિંસક અને સારો લાગે તેના પર ગર્વ થાય બરાબર ને ?

જયેશભાઈ : હા ગુરૂદેવ તમારી વાત સાચી છે.

ગુરૂદેવ : તે જ રીતે “માનવ સેવા એ જ પ્રભુસેવા છે”વાક્ય પણ જાડી બુદ્ધિ થી વિચારતાં સારું અને સાચું લાગે છે તેટલું સૂક્ષ્મ બુદ્ધિથી વિચારતાં તે સારું કે સાચું નહિ જ લાગે.

સૂક્ષ્મ બુદ્ધિ થી વિચારતાં એમ કહી શકાય કે “માનવસેવા પણ પ્રભુસેવા છે.”

manavseva_slide1

તો સાથે સાથે કુતરા ને રોટલો, કબૂતર ને ચણ, કીડીઓ ને લોટ કે સાકર અને ગાય ને ઘાસ આપવું પણ પ્રભુસેવા નથી ? જો આ પણ પ્રભુસેવા હોય તો ‘માનવસેવા એ જ પ્રભુસેવા છે ’ એવું શી રીતે કહેવાય ?હકીકતમાં તો પશુઓની કતલ કરવા તથા ઘર્મીઓને નાસ્તિક બનાવવા માટે પ્રચારાયેલું આ વાક્ય છે. સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર્યા વિના આ વાક્ય ને સાચું માનીને તેને બિરદાવનારા લોકો આજે ઓછા નથી. માનવસેવા એ જ પ્રભુસેવા છે માટે માનવો ની સેવા કરવાની, પશુ પંખીઓની કતલ કરવાની તેમનું માંસ વગેરે મસ્તી થી આરોગવાનું ! આ રીતે આ વાક્ય માનનારા આડકતરી રીતે પશુઓની હિંસાને ઉત્તેજન આપવાનું ભયાનક કાર્ય કરી રહ્યાં છે.

manavseva_slide2

રોમે રોમે હું તારો થતો જાઉં છું તારા પ્રેમ માં પ્રભુજી હું ભિંજાઉં છું. . . 

      rome rome hu taro

વળી માનવસેવા એજ પ્રભુસેવા છે તેવો પ્રચાર મંદિરો, મૂર્તિઓ વગેરે થી દૂર કરીને માનવો ને નાસ્તિક બનાવવાનું કાવતરું છે. તેઓ કહે છે કે જીવતાં જાગતાં ભગવાન સમાન માણસોની સેવા કરો ને! પથ્થર માં પૈસા શું કરવા નાંખો છો?તેમને કોણ સમજાવે કે મંદિરમાં પથ્થરની મૂર્તિ નથી પણ સાક્ષાત ભગવાન છે. અને જો તે પથ્થર જ હોય તો તમારા ગજવામાં રહેલ રૂ. ૫૦૦ ની નોટ પણ કાગળ જ છે ને ? ફેંકી દો શું કરવા તેને પૈસા માનીને રાખો છો ? આમ આર્યદેશની પ્રજાને ધર્મ વિનાની કરવા માટે ફેલાવાયેલું હડહડતું જુઠાણું છે. એમ લાગે છે કે ભારતદેશ નાં કરોડો રૂપિયા માનવસેવા ના નામે ભેગા કરી તેમાંના ઘણાં ઓછા રૂપિયા માનવ સેવા માં ખર્ચીં ને માનવસેવાના નામે મધર ટેરેસા કે મધર નિર્મલા વગેરે દ્વારા ખ્રિસ્તી બનાવાઈ રહ્યાં છે. બાકી ની ઘણી રકમ વેટીકન કન્ટ્રી ના પોપ ને મોકલીને તે જ રકમ દ્વારા હિંદુસ્તાન માં ઠેર ઠેર સ્કૂલ અને તેની પાસે ચર્ચ બનાવાઈ રહ્યાં છે. આપણને મંદિર-ભગવાન થી દૂર કરીને આપણા સંતાનોને કોન્વેન્ટ કલ્ચર દ્વારા ચર્ચ અને ઈસુ ના ભક્ત બનાવવા માટે તો આવાં વાક્યનો પ્રયોગ થતો નથી તેનો સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કરજો. ખ્રિસ્તી સમાજ ની વટલાવવા ની પ્રથા ખુબજ ખતરનાક ખેલ છે. ઓડિસા, કેરળ જેવાં રાજ્યો માં તો ભયજનક સ્તરે છે.

જૈનધર્મસર્વજીવોનેસરખાગણવાનીવાતકરેછે. અહિંસા પ્રધાન ધર્મ નું આચરણ ખુબ જ ઉતમોતમ વિવેકબુદ્ધિ થી કરવું જરૂરી છે. પ્રભુનું કહ્યું માનવું તે મોટી પ્રભુસેવા છે.

કવિ શ્રી કરસનદાસ માણેક કહે છે,

જીવન અંજલી થાજો !
મારું જીવન અંજલિ થાજો !

ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો;
દીનદુ:ખિયાંનાં આંસુ લોતાં અંતર કદી ન ધરાજો !
મારું જીવન અંજલિ થાજો !

આમ આર્ય સંસ્કૃતિ માં આ વાતો બહુ સરસ રીતે સહુનાં જીવન માં વણાયેલી છે અને આપણાં સમાજ ની ઘણી બધી સંસ્થાઓ માનવસેવાના કાર્ય સુંદર રીતે કરી રહેલ છે.

કરૂણા ના સાગર, ભવોદધિતારક, ત્રિભુવન ના નાથ પરમાત્મા ની વિશ્વના તમામ જીવો ને સુખી કરવા ની ભાવના જ તેમને તીર્થકર નામકર્મ નું ઉપાર્જન કરાવી આપે છે. પ્રભુ નું પુણ્ય એટલું વિશાળ હોય છે કે ૬૪ ઈંદ્રો અને તેમનાં આધિન દેવો તેમની સેવામાં સદાય હાજર હોય છે, અનેક રાજા મહારાજાઓ પડ્યો બોલ ઝીલી રહેવાં તત્પર રહે છે. સહુને તારનારા આવાં પ્રભુ ના શાસન ને પામનારા આપણે પણ પરોપકાર નો ભાવ અને નિસ્વાર્થ બુદ્ધિ થી ધારણ કરી માનવસેવા માં પ્રવૃત થવું જ જોઈએ. સાથે સાથે તેમનાં દર્શન-પૂજન-મહોત્સવ કરવા તે પણ પ્રભુસેવા જ છે. આપણે ભુલશું તો માર્ગ પ્રભુનું શાસન જ બતાવશે.

264672_175163342545529_100001555930401_460151_1111309_n

જૈન ધર્મ માં સાધર્મિક ભક્તિ એ ઉતમ માનવ સેવા ની તકો પુરી પાડે છે. તન મન અને ધન થી સહુ કોઈ આ કાર્ય માં યથાશક્તિ પ્રવૃત થજો. તે ઉપરાંત ગુરૂદેવ ની પ્રેરણા થી ચાલુ થયેલ મહાવીર ખિચડી ઘર પણ ઉતમ માનવસેવા કરી રહેલ છે. પૂજ્ય ગુરૂમા ચંદ્રશેખર મહારાજ સાહેબ નું જીવન ઉતમ સાધર્મિક વાત્સલ્ય નું ઉદાહરણ છે.

પં. મેઘદર્શન વિજયજી.

 

External Reference Videos :

 Benny Hinn Exposed by Rajiv Dixit

 

Leave a Reply