• જેમ રોજ ધુળ ના રજકણો થી ખરડાયા પછી સ્નાન કરી શુદ્ધ થઈએ છીએ તેમ જ પાપો ચાલુ રહેવાં છતાં ય આલોચના તો લખવી જ જોઈએ.
 • પાપો તો કોણ નથી કરતું ? તેની આલોચના કરનારા તો વિરલા જ હોય છે. તેમને જૈન શાસ્ત્રોમાં પુરૂષોત્તમ કહ્યા છે.
 • માયા – કપટ કર્યા વિના શુદ્ધ દિલથી તમામે તમામ પાપો લખીને તે નોટ ગુરુ ભગવંત ને સોંપી દેવી જોઈએ.
 • હૈયાં બાળવાં કરતાં હાથ બાળવા સારાં ઘણી બાબતોમાં આપણે સ્વાવલંબી બનવું જોઈએ જો પરાધીન બનશો તો ક્યારેક આર્તધ્યાન ના ભોગ બનશો. સ્વાવલંબન જેવું કોઈ સુખ નથી.
 • જે લોકો સતત કામ કરે છે, પરિશ્રમ કરે છે, તેનું આરોગ્ય સારું જ રહે છે.
 • જે આત્માની ક્વોલીટી હલકી તેની બધી આરાધનાઓ ફેઈલ. જેની ક્વોલીટી ઉંચી હોય, તેનો નાનો ધર્મપણ ઘણો ફાયદો કરે.
 • સાડા ત્રણ કરોડ રૂંવાડા છે. દરેક રૂંવાડે લગભગ પોણા બે રોગ છે. લગભગ સવા છ કરોડ રોગો છે.
 • સ્વચ્છંદતા માટે તો તિર્યચગતિ છે જ પણ માનવ અવતાર મળ્યો છે તો કષ્ટો વેઠીને પણ એકવાર તો તું સાધુ જ બનીજા. સાધુ ન બની શકે તો સાચો તો બની જ જા.
 • કેટલીકવાર પાપીઓ પહેલા મોક્ષે જાય છે, કારણકે પાપીજીવો તીવ્ર પ્રશ્ર્યાતાપ કરી શકે છે. સહન કરવાથી કર્મો નો ક્ષય થાય, તેનાથી મોક્ષ થાય. જેમાં ઓછું સહન કરવાનું હોય તેવા ધર્મમાં પુણ્યકર્મ વધુ બંધાય. જેમાં ઘણું સહન કરવાનું હોય તેવા ધર્મમાં ઘણા પાપકર્મો નાશ થાય.
 • ધર્મ ની સામગ્રીઓની પ્રાપ્તિ પુણ્યકર્મ ના ઉદ્દય થી મળે.
 • નહીં મળેલું એક સુખ, મળેલા બધા સુખોને સળગાવી દે છે.
 • બીજાઓને ત્રાસ આપવો તે પરમાધામીનું લક્ષણ છે. સંસારના તમામ સુખો વિનાશી છે, કોઈ સંયોગો શાશ્વત નથી.
 • સુખમય સંસાર પણ ભોગવવા જેવો નથી. તે વિષ કન્યા જેવો છે.
 • આપણો ગોલ છે : મોક્ષ. મૌન થઈને મુનિ બનો. સહન કરીને શુદ્ધ બનો.
 • પ્રાયશ્ચિત બહુ મોટી વાત નથી, પણ પાપ નો પશ્ર્યાતાપ બહુ મોટી વાત છે.
  • 3 ચીજ કરવાની
   • A. પાપ નો પસ્તાવો
   • B. પછી પ્રાયશ્ર્ચિત
   • C. ફરી ન કરવાનું પચ્ચખાણ
 • જેટલો તીવ્ર પસ્તાવો, તેટલું ઓછું પ્રાયશ્ર્ચિત. જેટલો ઓછો પસ્તાવો એટલું વધારે પ્રાયશ્ર્ચિત.
 • જે પાપ કરે તે પાપી કહેવાય તેવો નિયમ નહિ, તે જ રીતે જે ધર્મ કરે તે બધા ધર્મી ન કહેવાય.
 • બાધા તો લેવાની જ, બાધા ન લેવી, તે ખોટી વાત છે. છતાં તુટી જાય તો તેનું પ્રાયશ્ર્ચિત કરવાનું.

 

 • અભિમાન થી ધર્મ ધોવાઈ જાય. પસ્તાવા થી પાપ ધોવાઈ જાય. પશ્ર્ચાતાપ કર્યા વિના પાપ કરવાથી પાપ જામી જાય. ધર્મ પાછળ પસ્તાવો કરવાથી ધર્મ ધોવાઈ જાય.
 • પ્રાયશ્ર્ચિત કરનાર પાપી, પાપી મટીને મહાત્મા બને છે. તે વંદનીય છે, ધન્યવાદ ને પાત્ર છે.
 • પ્રાયશ્ર્ચિત કરનારાના પાપને જો ગુરુ કહી દે તો તે ગુરુનો સંસાર અનંતો વધી જાય; માટે સાચા ગુરૂ ક્યારેય કોઈના પાપોને જાહેર ન કરે.

 

 • ક્રોધ કોઈ પણ સંયોગમાં સારો નથી. ક્રોધ અને ધનની મૂર્છા નરકમાં લઈ જનારી છે. જો સંકલ્પ કરીએ તો સિદ્ધિ અને સફળતા જરાય દૂર નથી. કોઈને પણ આઘાત લાગે તેવું કદી કોઈ માટે કરવું નહિ.
 • આદ્યાત્મિક જીવનમાં ભોમિયા વિના ન ચાલે, ભોમિયો એટલે ગુરુ.
 • આંસુની તાકાત પુષ્કળ છે. હનુમાનજી આંસુમાંથી જનમ્યા છે તેવી વૈદિક ધર્મ ની માન્યતા છે.
 • આપણને હેમચન્દ્રસૂરિજી દેવચંદ્રસૂરિજીની આંખના આંસુમાંથી મળ્યા છે.
 • એકપક્ષી નિર્ણય ક્યારેય કરવો નહિ, આવો નિર્ણય બીજાને આઘાત લગાડીને આપઘાત કરવા પ્રેરશે.

 

Leave a Reply