તત્વજ્ઞાન પ્રસાદી ૫ - 1/4

તત્વજ્ઞાન પ્રસાદી ૫ – 1/4

અવ્યવહાર રાશિમાં થી નીકળ્યા પછી ચારે ગતિમાં આત્મા ભમી શકે. આત્મા નો વિકાસ થતાં તે અનેક ઈંદ્રીયો ધરાવતાં જીવ તરીકે જન્મ અને મરણ ની ઘટમાળ માં થી પસાર થાય. એકેન્દ્રિય થી પંચેન્દ્રિય ભવો પામે. દેવલોક, મનુષ્ય, તિર્યચ કે નરક ગતિઓ માં ભટકવું પડે.

આપણે જાણીએ છીએ કે ઈંદ્રિયો પાંચ પ્રકાર ની હોય છે.

૧) સ્પર્શનેન્દ્રિય ૨) રસનેન્દ્રિય (જીભ) ૩)ધ્રાણેન્દ્રિય (નાક) ૪) ચક્ષુરેન્દ્રિય (આંખ) અને ૫) શ્રવણેન્દ્રિય (કાન)

પ્રાયઃ આ પાંચ ઈન્દ્રિયો માં જેની પાસે પછીની ઈંદ્રિય હોય તેની પાસે પૂર્વ ની ઈંદ્રિયો પણ હોય જ.

 

detailed_map

 • દેવલોક ને Describe કરીએ, પણ Prescribe ન કરાય દેવલોક માં જવા જેવું તો નથી જ.
 • મોક્ષમાં જ જવાય મોક્ષ ની જ સાધના કરાય.
 • અભવ્ય આત્માઓ પણ દીક્ષા લે. નવમા ગ્રૈવેયક સુધી જઈ શકે.
 • સાચો શ્રાવક વધુમાં વધુ ૧૨મા દેવલોકે જઈ શકે.

1

 

 • અભવ્ય આત્મા માત્ર વેશનું સાધુ જીવન સ્વીકારીને – સ્વર્ગ મેળવવા ઉંચામાં ઉંચું ચારિત્ર્યજીવન નું પાલન કરીને ઠેઠ નવમા ગ્રૈવેયક સુધી પહોંચી શકે, તેમાં પરમાત્માએ બતાવેલ સાધુ નાં વેશ ની તાકાત કારણ બનતી હોય છે. જો અભવ્ય આત્માઓ ની આવી સાધના હોય સાચા સાધુ અને શ્રાવકે તો સદાય આ વેશ નું ખૂબજ બહુમાન કરવું જોઈએ અને પંચમહાવ્રતધારી આત્માઓ ને સદાય વંદન કરવા જોઈએ.
 • માત્ર સાધુનો વેશ લેવાથી ગુરૂસેવા, જીવદયા અને બ્રહ્મચર્ય પાલનનો લાભ મળી જાય છે.
 • સાધુવેશ વિના પણ કેવળજ્ઞાન મેળવનાર આત્માઓ છે પણ મનઃપર્યવજ્ઞાન તો ન જ થાય, તે સાધુવેશ નો પ્રભાવ જણાવે છે.

 • જો કોઈ એમ વિચારે કે સાધુ બન્યા વિના પણ હું મોક્ષ મેળવી લઈશ તો સબૂર આવી વિચારધારા ધરાવનાર થી મોક્ષ કે કેવળજ્ઞાન દૂર જ રહે છે.

 

 • તત્વજ્ઞાન પ્રસાદી ૫ - 4/4

   

 • મોક્ષ કે કેવળજ્ઞાન સાધુ જીવન થી જ મળશે એવું માનનાર ને સાધુવેશ વગર પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય તેવું બને. દેવો સાધુવેશ વિના કેવળજ્ઞાન પામેલ આત્માને સંયમ લેવા વિનંતી કરે છે અને સંયમ ગ્રહણ બાદ જ કેવળજ્ઞાની ને વંદન કરે છે. કેવળજ્ઞાન નો મહોત્સવ ઉજવે છે.

 • કેવળજ્ઞાની આત્મા બાકી રહેલ આયુષ્ય કર્મ ભોગવી આઠે કર્મો નાં બંધન તુટવાથી સિદ્ધશિલા માં જાય છે, મોક્ષસુખ ને પામે છે. આ પછી તેમને ફરી જન્મ અને મરણ કરવાનાં હોતાં નથી. શાશ્વત એવાં આ મોક્ષ સુખ ને જ આરાધવું જોઈએ. અરિહંત પરમાત્મા પણ નિર્વાણ બાદ સિદ્ધશિલા માં અજરામર સ્થાન પામે છે.

નમો અરિહંતાણં અને નમો સિદ્ધાણં પદો ના ધ્યાન દ્વારા અરિહંત અને સર્વ સિદ્ધ પરમાત્માઓ ને પ્રણામ કરીએ.

પં. મેઘદર્શન વિજયજી

Leave a Reply