તત્ત્વજ્ઞાન પ્રસાદી – ૨ – જ્ઞાન પ્રસાર
પ. પૂ. આચાર્ય શ્રીમદ વિજય મેઘદર્શનસૂરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા કર્મ ના સિધ્ધાંતો (Karma Philosophy)

તત્ત્વજ્ઞાન પ્રસાદી – ૨

meghdarshan

 રત્ન કણિકાઓ

મિથ્યાત્વ અને અવિરતી ના પાપો થી બચવા પ્રતિજ્ઞા પૂર્વક પાપો નો ત્યાગ કરો. નિગોદ નું વર્ણન ખૂબજ ઝીણવટ થી સમજાવતાં પંન્યાસ શ્રી મેઘદર્શન વિજયજી મ. સા.
તત્ત્વજ્ઞાન પ્રવચનો : પંન્યાસ શ્રી મેઘદર્શન વિજયજી મ. સા.
[ સંવત ૨૦૫૭ અષાઢ વદ-૬ તા. ૧૨-૦૭-૨૦૦૧ બુધવાર સ્થળ : માટુંગા ]
  • આ વિશ્ર્વ માં અનંત આત્માઓ છે.
  • દરેક આત્મા સૌ પ્રથમ અવ્યવહાર રાશીની નિગોદમાં હતો.
  • એક શ્ર્વાસો શ્ર્વાસ માં નિગોદ ના આત્માઓ ૧૭.૫ વાર જન્મ મરણ કર્યા કરે છે.
  • સાતમી નરક કરતાં પણ ભયાનક દુઃખમય એવું નિગોદ નું જીવન છે.
  • નિગોદ ના એક શરીરમાં અનંત આત્માઓ એ સાથેજ શ્ર્વાસોશ્ર્વાસ આહાર વગેરે લેવા પૂર્વક રહેવું પડે છે.
  • નિગોદ ના જીવો ને પાંચ ઈન્દ્રિયો કે મન નથી હોતું છતાં પણ મિથ્યાત્વ અને અવિરતીના પાપો ના કારણે અનંતકાળ સુધી નિગોદમાં જ જન્મ મરણ કરવાં પડે છે.
  • તેથીજ પ્રતિજ્ઞા પૂર્વક પાપો નો ત્યાગ કરવો જરૂરી છે. જો પ્રતિજ્ઞા ન લો તો તે પાપો પ્રત્યે ની અવિરતી કહેવાય, અને તેનું પણ પાપ કર્મ આપણાં આત્મા એ ભોગવવું પડે.
  • નિગોદ નાં અનંત કાળ સામે સાતમી નરક નું ૩૩ સાગરોપમ નું આયુષ્ય પણ સારું કહેવાય. ૩૩ સાગરોપમ પછી અનુક્રમે માનવભવ – જૈન ધર્મ મળવાની શક્યતા છે.પણ નિગોદ માં અનંતકાળે પણ માનવભવ નહિ મળી શકે.
  • જેની પરિણતિ અત્યંત નિષ્ઠુર હોય તે અભવ્ય હોઈ શકે. અભવ્ય આત્મા નો કદી પણ મોક્ષ ન થાય.
  • આત્મા ના મોક્ષ સુધીના વિકાસ માટેની યોગ્યતા કોમળતા ગુણ છે. કોમળ છે તે ભવ્ય છે.
  • જેને જિનવચન માં શંકા પડે તે મિથ્યાત્વી હોઈ શકે, જેની કરુણા માં શંકા પડે તે અભવ્ય હોઈ શકે.
  • સંસાર ના સુખો મેળવવા અભવ્ય આત્મા પણ ધર્મ ની આરાધના કરે. દીક્ષા લઈને આચાર્ય પણ બને, પરંતુ તેનો કદી પણ મોક્ષ ન થાય.
 
  • નિગોદમાંથી આપણી નિકાસ કરવામાં સિદ્ધ ભગવંતો નો ઉપકાર છે તો મોક્ષ સુધીનો વિકાસ કરવામાં અરિહંત ભગવંતો નો ઉપકાર છે.

Leave a Reply

November 2019
M T W T F S S
« Aug    
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

Subscribe to Gyanprasar via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 190 other subscribers


Hit Counter by latest gadgets
%d bloggers like this: