(૧) અનુગામીતા:

તીર્થકરોની કરુણાના એ અનુગામી હતાં...

 • નોકરોને રસ મળે, ભંગારવાળાને મફ્તનો ભંગાર મળે, ગરીબોને કેળાની લારી મળે, ગાયને ઘાસ ચારો મળે... એ એમના બાળપણનું અનુગમન વિરાટ બન્યું.

 • લાખો પશુઓને શાતા મળી અનુકંપા-માનવતા-સાધર્મિક ભક્તિના કરોડો સુકૃતો થયા.

 • દુર્બલિકા પુષ્યમિત્રના સ્વાધ્યાયના એ અનુગામી હતા.

 • દર રવિવારે ૧૦૦ ગાથા ગોખવાની, એક ચોમાસામાં એક લાખ શ્લોક પ્રમાણ સાહિત્યનું વાંચન.

 • ૨૦,૦૦૦ ગાથાઓ કંઠસ્થ. ૩૦૦ પુસ્તકોનું લેખન. ન્યાયના ૧૦,૦૦૦ પાનાઓનું લેખન. ૧૫૦ થી વધુ નોટો. દર મહિને ૧૧૫૦ પાનાનું લખાણ.

 • મહાપુરુષોની નિરીહતાના એ અનુગામી હતા.

 • શાંતિનગર સંઘ કૃતજ્ઞતાર્થે ફોટો મુકવા માગતો હતો તેનો ભાવપૂર્વક નિષેધ કર્યો.

(૨) પ્રતિગામીતા :

દુનિયાના પ્રવાહથી ઊંધા જવું એટલે પ્રતિગમન.

 • કોલેજમાં તિલક, પાણીનો કુંજો, ચપ્પલ નહી.

 • કાનમાં જીવાત ગઈ. તેને મારવા તેલ નાંખવાનો પ્રયાસ થતા સખત વિરોધ.

 • મારું જે થવું હોય એ થાઓ, પણ મારે એક પણ જીવને મારવો નથી.

 • આરોગ્ય માટે રાતે દવાવાળું દૂધ ન પીવા મક્કમ. ‘નહીં પીઉં તો ૩-૪ તમાચામાં પતશે. પીશ તો હજારો વર્ષની નરક થશે. મને નરકની સજા મંજૂર નથી.'

 • રાવબહાદુર જીવાભાઈ ભેટી પડ્યા. રડ્યા. આગ્રહ છોડી દીધો.

 • પોતાના નામ આગળ વિશેષણ નથી લગાડવા દીધું.

 • પોતાની હયાતીમાં પોતાની સ્થપાયેલી સંસ્થાઓ કે ટ્રસ્ટોમાં પોતાનો ફોટો મકવા નથી દીધો.

 • જે સંઘાદિમાં પોતાના ફોટા મૂકાયા તે કડકાઈ પૂર્વક ઉતરાવ્યા છે.

 • પોતાના ફોટાના બંચ પર શાહી ઢોળી દીધી. હવે કદી આવું ન કરવું એમ ભક્તને પ્રતિજ્ઞા આપી.

 • પોતાના ગુણોનું ગીત ગહુલી ગવડાવવા ન દેતા.

(૩) અગ્રગામીતા:

 • ૪૦૦ સાધુઓ ૪૦૦ વર્ષમાં જે કાર્ય ન કરી શકે એટલું કાર્ય એમણે ૪૦ વર્ષમાં કર્યું છે. એવું બીજા સમુદાયના એક વિદ્વાન આચાર્ય ભગવંતે કહ્યું હતું.

 • એ અગ્રગામી હતા.

 • જૈન જાગૃતિના ફેશન શો, ૧૪ -શો ની વાત હોય કે

 • બુંદેલખંડના દુકાળની વાત હોય કે સુરતના પુર/પ્લેગની વાત હોય કે

 • દેવનારના વિસ્તરીકરણની વાત હોય કે

 • પ૬૦૦૦ કતલખાનાઓના પ્રારંભની વાત હોય કે

 • જૈન ડોક્યુમેન્ટરી ફિલ્મની વાત હોય કે

 • ૨૫૦૦ વર્ષની ઉજવણીની વાત હોય,

 • પૂ ચન્દ્રશેખરવિજયજી મહારાજ પરિણામની પરવા કર્યા વિના, સાથે ને પાછળ કોણ છે, એ જોયા વિના અગ્રગામી બન્યા હતા.


પૂજ્યશ્રીનો ઈતિહાસ આજે દંતકથા સમાન લાગે છે.


 • શું બીજાના દુઃખોનું આટલી હદનું દુઃખ કોઈ અનુભવી શકે ?

 • શું પોતાના દોષોનો આટલી હદનો ત્રાસ કોઈને થઈ શકે ?

 • શું પ્રભુ પ્રત્યેની કોઈની સંવેદના આટલી ચોધાર રડી શકે ?

 • શું અહીં બેઠેલ વ્યક્તિનો પુણ્યપ્રકોપ દિલ્હીને પણ જગાડી શકે ?

 • શું પરાકાષ્ઠાની પ્રભાવતા સાથે પરાકાષ્ઠાની આત્મસાધના અને પરાકાષ્ઠાનું શિષ્યઘડતર હોઈ શકે ?

 • શું જબરદસ્ત પ્રસિદ્ધિ સાથે આંતરિક સિદ્ધિ હોઈ શકે ?

આજે લાગે છે ને કે આવાં સંયમ નાં ધારક, કરૂણાં નાં મહાસાગર તથા અનેકાનેક ગુણોનાં સ્વામી હતાં આપણાં ગુરૂદેવ  યુગપ્રધાન આચાર્યસમ ચંદ્રશેખર વિજયજી. . .

તેમની વિદાય સમગ્ર જૈન અજૈન સમાજને ખાસ કરીને તેમનાં દરેક વિદ્ધાર્થીઓને અને ગુરૂદેવનાં શિષ્યો ને ખુબજ સાલે છે.
જેમનાં જીવન ને પૂજ્યશ્રી પારસમણિ ની જેમ સ્પર્શયા હતાં તે સહુ તેમનાં ઋણાનુબંધ ને કોઈ ને કોઈ રીતે યાદ કરી તેમનાં કાર્યો ને આગળ ધપાવતાં રહે છે.
અખંડ ઉર્જા નો સ્તોત્ર બની રહ્યાં છે ગુરૂમા ના અમી ભરેલાં આશિર્વાદ.

તેમનાં પુસ્તકો  Yugpradhan.com થી ડાઉનલોડ કરી શકશો. અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષકદળ, સુરત નાં પ્રયત્નો થી આ વેબસાઈટ નું સંચાલન કરવામાં આવે છે.

Leave a Reply