પ. પૂ. આચાર્ય શ્રીમદ વિજય મેઘદર્શનસૂરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા કર્મ ના સિધ્ધાંતો (Karma Philosophy)

ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ જૈન દ્રષ્ટીએ

Total-Solar-Eclipse-A-full-guide

Q. પૂ. ગુરુદેવ મત્થેણ વંદામિ, જૈન દ્રષ્ટીએ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ થવાનાં કારણો શું ?

શું રાહુ દેવ ચંદ્ર કે સૂર્ય ને ગળી જાય છે ?

Ans. ચરમતીર્થપતિ, કેવળજ્ઞાની પરમાત્મા મહાવીરદેવ ના જણાવ્યાં પ્રમાણે આકાશ માં દેખાતાં સૂર્ય, ચંદ્ર, મંગળ વગેરે ગ્રહો, નક્ષત્રો અને તારાઓ  એ બધાં જ્યોતિષદેવો ના વિમાનો છે. આ દેવો આ વિમાનો માં વસવાટ કરે છે.  રાહુ નામના દેવના પણ પર્વરાહુ અને નિત્યરાહુ નામના વિમાનો છે. તે અત્યંત કાળા છે. તેઓ પણ પોતાની રીતે ભ્રમણકક્ષામાં ફરે છે. તે બધા જાતજાતના રત્નો, પથ્થરો, માટી વગેરે ના બનેલા છે. તેમાં તે તે નામના દેવો-ઈન્દ્રો  વગેરે રહે છે. આ વિમાનો નો માર્ગ નિયત હોય છે અને ગતિ પણ એકસરખી નિયત કરેલી હોય છે. આમ આ વિમાનો ગતિમાન હોય છે.

ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ (ખગ્રાસ અને ખંડગ્રાસ)

જ્યારે પર્વરાહુ નું વિમાન ફરતું ફરતું ચંદ્ર કે સૂર્ય ના વિમાન નીચે આવે છે ત્યારે તે જો ચંદ્ર કે સૂર્ય ના વિમાન નો થોડો ભાગ ઢાંકે તો ખંડગ્રાસ ગ્રહણ થાય છે. અને જો સંપૂર્ણ ઢાંકે તો ખગ્રાસ પ્રકારનું  ચંદ્રગ્રહણ  કે સૂર્યગ્રહણ થાય છે. 

આમ  પર્વ રાહુ ના વિમાન ના કારણે આ પ્રકાર નાં ગ્રહણ થાય છે.

Leave a Reply

You must be logged in to post a comment.

March 2018
M T W T F S S
« Sep    
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

Subscribe to Gyanprasar via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 190 other subscribers


Hit Counter by latest gadgets