પ. પૂ. આચાર્ય શ્રીમદ વિજય મેઘદર્શનસૂરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા કર્મ ના સિધ્ધાંતો (Karma Philosophy)

કલિકુંડ તીર્થે પં. મેઘદર્શન વિજયજી મ. સા. સહિત સાત આચાર્યપદવી પ્રદાન તા. ૧૮ મી જાન્યુઆરી ૨૦૧૫

jain-acharya ૧૦૦૦થી વધુ સાધુ-સાધ્વીજી જેઓનાં આજ્ઞાનુવર્તી છે, એવા ગચ્છાધિપતિ જયઘોષસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ઘણાં વર્ષો બાદ અમદાવાદ જિલ્લામાં સૌપ્રથમવાર કલિકુંડ તીર્થ ખાતે એક સાથે, એક જ દિવસે પાંચ-પાંચ આચાર્ય પદ પ્રદાન થશે. ઉલ્લેખનીય છે કે પ્રેમ-ભુવનભાનુસૂરિ સમુદાયમાં કુલ સાત આચાર્ય પદ-પ્રદાન થવાનાં છે. આચાર્ય પદનું પ્રદાન સમુદાયમાં સાત પંન્યાસ ભગવંતોને કરાશે.

જેમાં કલિકુંડ તીર્થ, ધોળકામાં પ્રથમ જે આચાર્ય પદ પ્રદાન થશે, તેમાં તા.૧૦મી ડિસેમ્બરનાં રોજ પંન્યાસ ચંદ્રજીતવિજયજી મ.સા.ને આચાર્ય પદ પ્રદાન થશે.

 

ત્યારબાદ તા.૧૮મી જાન્યુઆરીનાં રોજ કલિકુંડ તીર્થમાં જ એક સાથે પાંચ પંન્યાસ ભગવંતોને પદ પ્રદાન થશે.

 

  • પંન્યાસ અક્ષયબોધિવિજયજી મ.સા,
  • પંન્યાસ મહાબોધિવિજયજી મ.સા.,
  • પંન્યાસ મેઘદર્શનવિજયજી મ.સા.,
  • પંન્યાસ જિનસુંદરવિજયજી મ.સા.,
  • પંન્યાસ હંસહીર્તિવિજયજી મ.સા.નો સમાવેશ થાય છે.

 

  • આ જ દિવસે, સુરતમાં પંન્યાસ મલયકીર્તિવિજયજી મ.સા.ને આચાર્ય પદ પ્રદાન થશે.

 

ગચ્છાધિપતિ જયઘોષસૂરીશ્વરજી મ.સા. કલિકુંડ તીર્થ ખાતે અને ઉપધાન તપ માટેની સ્થિરતા તા.૧ ડિસેમ્બરનાં રોજ કરશે. આ અંગેની વિગતો આપતાં આચાર્ય જયસુંદરસૂરીશ્વરજી મ.સા.એ જણાવ્યું કે જૈન ધર્મમાં તીર્થંકર પરમાત્મા પછી જેઓનું વાણીનું મહત્વ છે એવા આચાર્ય પદનું ખૂબ મહત્વ છે. જૈનાચાર્યની ફરજ છે કે સમગ્ર પ્રજાને પાપકર્મ-દુરાચાર, ચોરી-શરાબ વગેરે વ્યસનોથી દૂર રાખી ધર્મમાર્ગમાં પ્રવૃત્ત કરે છે. પ્રેમભુવનભાનુ સમુદાયમાં અત્યારે કુલ ૨૪ આચાર્ય ભગવંતો છે અને તેમાં હાલમાં આ સાત મુહૂર્ત પ્રદાન થઇ ચૂક્યા છે. આચાર્ય પદ અંગે તેમણે કહ્યું કે જ્યારે આચાર્ય પદ પ્રદાન કરાય છે ત્યારે દ્રવ્ય-ગુણ-પર્યાય એટલે કે બધી જ રીતે શાસનમાં નેતૃત્વની ફરજ અદા કરવા માટે આચાર્ય પદ અર્પણ કરવામાં આવે છે. જૈન ધર્મમાં શરૂઆતથી જ આચાર પ્રધાન રહ્યો છે. ઉચ્ચમાં ઉચ્ચ કોટિના આચારો પાળવાના ધોરણોનું જૈન શાસ્ત્રોમાં આચારાંગ સૂત્ર વગેરેમાં કહેવાયેલું છે. સંક્ષેપમાં કહીએ તો આચાર્યને પણ પંચાચારનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. તેમણે પંચાચારનું મહત્ત્વ સમજાવતાં જણાવ્યુ હતું કે પંચાચારમાં ૧.જ્ઞાનાચાર, ૨.દર્શનાચાર, ૩.ચારિત્ર્યાચાર, ૪.તપાચાર ૫.વીર્યાચારનો સમાવેશ થાય છે.

 

૧.જ્ઞાનાચાર એટલે કે સમ્યક્ જ્ઞાનની ઉપલબ્ધિ માટે ગુરુનો વિનય, સેવા, બહુમાન, તપસ્યા વગેરેનું પાલન કરવું એ પ્રથમ જ્ઞાનાચાર છે.

 

૨.તીર્થંકર ભગવાને ભાખેલા સિદ્ધાંતોનો પૂર્ણપણે વિશ્વાસ રાખવો. જૂઠી, બનાવટી, સિદ્ધાંત વિરુદ્ધ કોઇપણ બાબતોને જરાપણ મહત્વ આપવું નહીં, એ દર્શનાચાર.

 

૩. વિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન સાથે મહાવ્રતોનું વફાદારીપૂર્વક પાલન કરવું, એ ચારિત્ર્યાચાર.

 

૪. આત્મશુદ્ધિ માટે અનશન વગેરે તપનું પાલન અનિવાર્ય બની જાય છે, તે તપાચાર અને ૫. દરેક આચાર, કર્તવ્યનું પાલન કંટાળ્યા વગર કરવું એટલે કે ઉત્સાહ-ઉમંગ-ઉલ્લાસથી પોતાની શક્તિ છૂપાવ્યા વગર કરવું તે વીર્યાચાર છે.

Leave a Reply

You must be logged in to post a comment.

December 2018
M T W T F S S
« Aug    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

Subscribe to Gyanprasar via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 190 other subscribers


Hit Counter by latest gadgets
%d bloggers like this: