પ. પૂ. આચાર્ય શ્રીમદ વિજય મેઘદર્શનસૂરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા કર્મ ના સિધ્ધાંતો (Karma Philosophy)

ते आयरिये नमंसामी

kalikund tirth

વીર સં ૨૫૪૧ પોષ વદ ૧૩
વિક્રમ સં. ૨૦૭૧ પોષ વદ ૧૩ રવિવાર તા. ૧૮ જાન્યુઆરી ૨૦૧૫ નો દિન જિનશાસન ના ઈતિહાસ માં એક અનેરો દિન બની રહેશે.

પરમ કૃપાળુ, પુરૂષાદાનીય પાર્શ્વનાથ દાદા જ્યાં બિરાજમાન છે, તેમજ શત્રુંજય ની પ્રતિકૃતિ સમાન શોભી રહેલ મનોહર એવાંં કલિકુંડ તીર્થ માં પ્રસંગ હતો આચાર્ય શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. સમુદાય માં આચાર્ય પદવી સમારોહ નો. પાંચ પંન્યાસજી ભગવંતો આજે પંચપરમેષ્ઠી ના ૩જા પદે બિરાજમાન થયાં.

પરમ પૂજ્ય ગચ્છાધિપતી આચાર્યદેવ શ્રીમદ્દ વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા., પરમ પૂજનીય આ. શ્રીમદ્દ હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. સહિત અનેક આચાર્ય ભગવંતો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ શ્રમણ, શ્રમણીઓ, પૂજ્ય શ્રી કુમારપાળ વિ. શાહ અને ખુબજ વિશાળ સંખ્યામાં હાજર રહેલ શ્રાવક, શ્રાવિકાઓ, બાળકો ની ઉપસ્થિતી માં પ્રાતઃ સમયે પરમાત્મા ને જુહારી ને પાંચ પાંચ પંન્યાસ શ્રી ઓ મંચ પર પધાર્યા. સહુની નજરો આ જ્ઞાન ના મહાસાગર અને પૂર્ણ ગંભીરતા ધરાવતાં પંન્યાસશ્રી ઓ પર સ્થિર હતી. વિશાળ મંચ પર બિરાજમાન સહુ આચાર્ય ભગવંતો ની કૃપા દૃષ્ટી વરસી રહી.

પંન્યાસ મેઘદર્શન વિજયજી, પંન્યાસ અક્ષયબોધિ વિજયજી, પંન્યાસ મહાબોધિ વિજયજી, પંન્યાસ જિનસુંદર વિજયજી અને પંન્યાસ હંસકિર્તી વિજયજી મ. સા. ગુરૂ પાસેથી આજ્ઞા લઈ ક્રિયા માં એકાગ્રચિતે લીન બનતાં રહ્યાં. આ જ સમયે સુરત માં પૂ. પંન્યાસ શ્રી મલયકીર્તી વિજયજી મ.સા. પણ અનુસરી રહ્યાં. સ્થળ અલગ હોવાં છતાં સહુના મનોભાવ એક હતાં, શાસનની શ્રેષ્ઠ સેવા કરવા ની કટિબધ્ધતા.

acharya

ક્રિયા પૂર્ણ થતાં પરમાત્મા અને પરમ ગુરૂઓની સાક્ષીએ પાંચે પંન્યાસ ભગવંતો હવે પંચ પરમેષ્ઠી ના ત્રીજા પદે બિરાજમાન થયાં, પંન્યાસ પદવી શોભાવી રહેલાં આ પૂજ્યશ્રીઓ હવે આચાર્ય પદે બિરાજમાન થયાં.

નમો આયરિયાણં કહી તેમને વંદન કરીએ.

ઉપસ્થિત સહુએ અક્ષત online casino થી તેમને વધાવ્યાં હતાં. પ્રત્યેક પળે જિનશાસન ને વિશેષ રૂપે આચરનારાં, સાધના કરનારાં અને અન્યો ને પણ ધર્મ સમજાવી પ્રચાર – પ્રસાર કરવાની વિશેષ શક્તિ ધરાવનારાં આ સહુ નૂતન આચાર્યો ને ગચ્છાધિપતી સહિત સહુ આચાર્યો, શ્રમણ – શ્રમણીઓ, સકળ સમુદાય વંદી રહ્યો. આ છે જિનશાસન ની ઝળહળતી પ્રતિષ્ઠા. વ્યક્તિ નહીં પણ ગુણ મહાન છે ના સિધ્ધાંત ને ચરિતાર્થ કરતાં પૂજ્યો ને સકળ સમુદાય પણ અનુસરી રહ્યો.

નૂતન આચાર્યો

આચાર્ય શ્રીમદ વિજય મેઘદર્શનસૂરીશ્વરજી,
આચાર્ય શ્રીમદ વિજય અક્ષયબોધિસૂરીશ્વરજી,
આચાર્ય શ્રીમદ વિજય મહાબોધિસૂરીશ્વરજી,
આચાર્ય શ્રીમદ વિજય મહાબોધિસૂરીશ્વરજી,
આચાર્ય શ્રીમદ વિજય જિનસુંદર સૂરીશ્વરજી,
આચાર્ય શ્રીમદ વિજય હંસકીર્તીસૂરીશ્વરજી અને
આચાર્ય શ્રીમદ વિજય મલયકીર્તીસૂરીશ્વરજી સહિત
સહુ આચાર્ય ભગવંતો ના ચરણો માં કોટી કોટી વંદના.

ते आयरिये नमंसामी ।

પંચાચારમાં ૧.જ્ઞાનાચાર, ૨.દર્શનાચાર, ૩.ચારિત્ર્યાચાર, ૪.તપાચાર ૫.વીર્યાચારનો સમાવેશ થાય છે.

 

૧.જ્ઞાનાચાર એટલે કે સમ્યક્ જ્ઞાનની ઉપલબ્ધિ માટે ગુરુનો વિનય, સેવા, બહુમાન, તપસ્યા વગેરેનું પાલન કરવું એ પ્રથમ જ્ઞાનાચાર છે.

 

૨.તીર્થંકર ભગવાને ભાખેલા સિદ્ધાંતોનો પૂર્ણપણે વિશ્વાસ રાખવો. જૂઠી, બનાવટી, સિદ્ધાંત વિરુદ્ધ કોઇપણ બાબતોને જરાપણ મહત્વ આપવું નહીં, એ દર્શનાચાર.

 

૩. વિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન સાથે મહાવ્રતોનું વફાદારીપૂર્વક પાલન કરવું, એ ચારિત્ર્યાચાર.

 

૪. આત્મશુદ્ધિ માટે અનશન વગેરે તપનું પાલન અનિવાર્ય બની જાય છે, તે તપાચાર અને

 

૫. દરેક આચાર, કર્તવ્યનું પાલન કંટાળ્યા વગર કરવું એટલે કે ઉત્સાહ-ઉમંગ-ઉલ્લાસથી પોતાની શક્તિ છૂપાવ્યા વગર કરવું તે વીર્યાચાર છે.

Leave a Reply

You must be logged in to post a comment.

December 2017
M T W T F S S
« Sep    
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Subscribe to Gyanprasar via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other subscribers


Hit Counter by latest gadgets