પ. પૂ. આચાર્ય શ્રીમદ વિજય મેઘદર્શનસૂરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા કર્મ ના સિધ્ધાંતો (Karma Philosophy)

પરમાત્મા એ પ્રરૂપેલ વિશુ્દ્ધ ધર્મ ની પ્રભાવના એટલે જ્ઞાન પ્રસાર . . .

એક વાર પૂજ્ય ગુરૂદેવ શ્રી ચંદ્રશેખર વિજયજી મ. સા. . એ પ્રેરણા કરી કે, "મેઘદર્શન મારી ઈચ્છા છે કે ઘરઘરમાં જિનશાસન નું તત્વજ્ઞાન પહોંચે" પૂજ્યશ્રી ના આશિષ થી શરૂઆત થઈ ઘેર બેઠાં તત્વજ્ઞાન માસિક ની. આ માસિક ના માધ્યમ થી પરમ ઉપકારી પરમાત્મા ના તત્વજ્ઞાન ને સરળ અને રોચક શૈલી માં જૈનો ના ઘરઘરમાં સતત ૧૨ વર્ષ સુધી પહોંચાડ્યું. સમય બદલાયો ઈંટરનેટ અને મોબાઈલ ના આ યુગમાં gyanprasar.org ની શુભ શરૂઆત વિ. સં. ૨૦૬૯ ના મુલુંડ, મુબઈ ના ચાતુ્ર્માસ દરમ્યાન થઈ. માધ્યમ બદલાયું પણ યુગોના યુગો સુધી ચાલનારા તારક પરમાત્મા ના શાસન ને સમર્પિત પૂજ્ય આચાર્ય શ્રી વિજય મેઘદર્શનસૂરીશ્વરજી મ. સા. ની કલમે લખાયેલ અનેક પુસ્તકો આ વેબસાઈટ ના માધ્યમ થી ડાઉનલોડ કરી વાંચવા શક્ય બન્યા છે. અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળે આ પુસ્તકો નું પ્રકાશન કરેલ છે.

" સૌ કોઈ આ પુસ્તકો ના વાંચન - મનન દ્વારા જિનશાસનમય બની ને આત્મકલ્યાણ સાધે તેવી શુભ ભાવના."
પ. પૂ. આચાર્ય શ્રી વિજય મેઘદર્શન સૂરીશ્વરજી મ. સા.

Hit Counter by latest gadgets